તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડપરમાં મહિલા સન્માન, ગામ જમણ સહિતના કાર્યક્રમો યોજાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર: લાલપુર તાલુકાના મોડપર ગામે સ્વ.જીવણદાસ જેઠાલાલ પરિવાર દ્વારા મહિલા દિનની પૂર્વ સંધ્યાએ ગામ જમણ, ડાયરો, શિક્ષક સન્માન, મહિલા સન્માન, સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે મોડપર તેમજ નજીકના ગ્રામજનો સહિત આશરે છ હજાર જેટલા લોકોઅે સમૂહ જમણનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાજકોટની મનન હોસ્પિટલના ડો. નીતિનભાઇ લાલ તથા ડો. રીના લાલ અને સ્વ. જીવણદાસ જેઠાલાલ પરિવાર દ્વારા ડાયરો તથા શિક્ષકના સન્માન સાથે મહિલા હેલ્થ વર્કર તેમજ આંગણવાડીના બહેનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતુ. ડાયરાના કાર્યક્રમ દરમિયાન મહિલા દિન નિમિત્તે રાત્રે બહેનોના હસ્તે કેક કટીંગ કરાઇ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો