તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુરના રાવલ ગામે શાળામાંથી પ્રોજેક્ટરની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સરકારી શાળાને નિશાન બનાવીને ત્રાટકેલા તસ્કર અંદરથી રૂ.20 હજારની કિંમતના પ્રોજેકટર મશીનની ચોરી કરી લઇ ગયાનો બનાવ બહાર આવતા ચકચાર જાગી છે.પોલીસે આઘુનિક ઉપકરણ પ્રેમી તસ્કરને દબોચી લેવા માટે કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક રાવલ ગામે આવેલી સરકારી બ્રાન્ચ શાળાના રૂમના દરવાજાને ધકકો મારી કોઇ અજાણ્યા શખ્સ અંદર ધુસ્યા હતા ત્યારબાદ અંદરથી રૂ.20,000ની કિંમતનુ પ્રોજેકટર મશીનની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવની શાળાના સ્ટાફને જાણ થતા સ્થાનિક પોલીસને વાકેફ કરવામાં આવી હતી.જેના પગલે પોલીસ ટુકડી દોડી ગઇ હતી.

ચોરીના આ બનાવ અંગે બ્રાન્ચ શાળાના કર્મચારી વેણીલાલ વીરમભાઇ શીંગરખીયાની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ચોરીના આ બનાવ ગત તા.7મી થી તા.9મી ડીસેમ્બર દરમિયાન બન્યો હોવાનુ જાહેર થયુ છે. પોલીસે રજાઓમાં ત્રાટકેલા આધુનિક ઉપકરણ પ્રેમી તસ્કરને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.બીજી બાજુ શાળામાં તસ્કરીનો આ મામલાએ ગામમાં પણ ભારે ચકચાર જગાવી છે. અન્ય તમામ જગ્યા છોડી તસ્કરોએ શાળાને નિશાન બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...