તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેડમાં લગ્નની લાલચ આપી તરુણીને પરપ્રાંતીય શખ્સ ભગાડી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરની ભાગોળે દરેડ ગામે રહેતા એક શ્રમીક પરીવારની સાડા સતર વર્ષની પુત્રીને પાડોશમાં જ રહેતો પરપ્રાંતિય શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયાની ફરીયાદ નોંધાઇ છે.જેથી પોલીસે અપહ્યત સગીરા અને તેના અપહરણકારને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર નજીક દરેડ ગામે ખોડીયાર માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં રહેતા એક શ્રમીક પરીવારની સાડા સતર વર્ષની સગીર વયની પુત્રીને પાડોશમાં જ રહેતો નારણ પરશુરામ મહારાજ નામના શખ્સ લલચાવી ફોસલાવીને લગ્ન કે બદકામના ઇરાદે ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની ભોગ બનનાર તરૂણીની માતાની ફરીયાદ પરથી પંચ બી પોલીસે નારણ મહારાજ સામે ગુનો નોંધ્યો છે.

મુળ રાજસ્થાનના શિરોહી જિલ્લાના જામઠા ગામનો વતની આરોપી નારણ મહારાજ છેલ્લા કેટલાક સમયથી દરેડ પંથકમાં રહેવા માટે આવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.આ બનાવની અપહ્યત સગીરા અને અપહરણકારને પકડી પાડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો