તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

POKમાં આતંકી અડ્ડા ફૂંકી મારનારી સેના પર સમગ્ર દેશને ગૌરવ : CM

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને પાક. પ્રેરિત આતંકવાદીઓના અડ્ડાઓ પર હુમલો કરી નેસ્તનાબૂદ કરી દીધા છે. આ પરાક્રમ માટે સમગ્ર દેશને સેના ઉપર ગૌરવ છે અને આખો દેશ સેના પાસે અડીખમ ઊભો છે. પાકિસ્તાનને દરેક ક્ષેત્રે પાડી દેવા માટે સમગ્ર દેશ એકસંપ થયો છે. આતંકવાદી કેમ્પના સફાયાના બનાવને ધ્યાનમાં રાખી ગુજરાતના દરિયાકાંઠો રેડ હાઇએલર્ટ પર છે, તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલાવડમાં એ.પી.એમ.સી.ના ભૂમિપૂજન સમારોહમાં જણાવ્યું હતું.તેમણે રાજ્યના ખેડૂતોનો રૂ.2600 કરોડનો પાક વીમો મંજૂર કરવામાં આવ્યો હોય માર્ચના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં પાક વીમાની રકમ જમા થાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ કહ્યું હતું.

કાલાવડમાં ભૂમિપૂજન તથા લોકાર્પણના સમારોહમાં મુખ્યમંત્રીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોની સરકાર છે. અમારી સરકાર ગામડાની સરકાર છે. અગાઉ 1995-96 સુધીમાં કૃષિ ઉત્પાદન માત્ર 13,948 કરોડ રૂપિયાનું હતું, જ્યારે આજે તેમાં 12 ગણો વધારો કરીને આ ઉત્પાદન 1,68,432 કરોડ રૂપિયાનું થયું છે જેનો મતલબ ખૂબ જ સ્પષ્ટ છે સરકારની પ્રોત્સાહક નીતિ ગુજરાતના ખેડૂતોનો પરિશ્રમ આજે ભારતની માર્કેટ સર કરીને બેઠો છે.

જામનગરમાં અદ્યતન માર્કેટ યાર્ડનું ભૂમિપૂજન અને જીઆઇડીસી-પીજીવીસીએલ કચેરીના લોકાર્પણ પ્રસંગે પીઓકેમાં ઘુસી સેનાએ કરેલી કામગીરીને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. તસવીર :હસીત પોપટ

જીઆઇડીસી અને વીજકંપનીની પેટાવિભાગીય કચેરીનું લોકાર્પણ
કાલાવડમાં મુખ્યમંત્રીએ અદ્યતન માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન, રૂ. 69.91 કરોડના ખર્ચે તૈયાર થનાર ઔદ્યોગિક વસાહત તથા રૂ.1.64 કરોડના ખર્ચે (પૂર્વ) અને કાલાવડ (પશ્ચિમ)ની નવનિર્મિત પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે મ્યુનિસિપલ સફાઇ કર્મચારીઓને કાયમી હુકમો અર્પણ કરેલ હતા તેમજ ઉજ્જવલા યોજનાની કિટનું વિતરણ, સુજલામ સુફલામ યોજનાના ચેક વિતરણ અને ક્ન્યા કેળવણી ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં. એ.પી.એમ.સી. કાલાવડ વેપારી એસોસિએશન દ્વારા સૈનિક ક્લ્યાણ ફંડ માટે રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો