હાપામાં અધિકારીના ત્રાસથી રેલ્વે કર્મીએ ફિનાઇલ પીધું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરની ભાગોળે હાપામાં રેલ્વે સ્ટેશન ખાતે ફરજ બજાવતા એક કર્મચારીએ મંગળવારે સાંજે ફિનાઇલ ગટગટાવી લેતા સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડાયો હતો.ઉપરી અધિકારીના કથિત ત્રાસ અને કનડગતના કારણે આ પગલુ ભર્યાની કેફિયત ઉચ્ચારી હોવાનુ સામે આવ્યુ છે.

સુમાહીતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને હાપામાં સ્થિત રેલ્વે સ્ટેશન ખાતે સી એન્ડ ડબલ્યુ વિભાગમાં ફરજ બજાવતા ધર્મરાજસિંહ ઠાકોર નામના કર્મચારીએ મંગળવારે સાંજે ફિનાઇલ પી લેતા તાત્કાલિક સારવાર અર્થે તેને જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવની જાણ થતા જી.જી.હોસ્પીટલ ચોકીના એએસઆઇ એમ.કે.ચનિયારા અને ટીમ દોડી ગઇ હતી.

ભોગગ્રસ્ત રેલ્વે કર્મચારીએ તેના ઉપરી અધિકારીના કથિત ત્રાસ સાથે કાર્યભાર અને કનડગતના કારણે આ પગલુ ભરી લીધાની કેફિયત ઉચ્ચારી હતી.આ બનાવની રેલ્વે પોલીસને જાણ કરવામાં આવી છે જેના પગલે રેલ્વે પોલીસે ભોગગ્રસ્તનુ નિવેદન નોંધવાની તજવિજ સાથે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે રેલ્વે કર્મચારી ગણમાં ભારે ચકચાર જગાવી છે.

ભોગગ્રસ્તને સારવાર માટે હોસ્પિ. ખસેડાયો

બનાવની જાણ થતાં રેલવે પોલીસ દોડી

અન્ય સમાચારો પણ છે...