તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમીનંુ જોર ઘટ્યુ, પારો 35 ડિગ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : હાલારમાં બુધવારે ગરમીના પ્રમાણમાં ઘટાડો થતા જનજીવને આંશિક રાહત અનુભવી હતી.જામનગરમાં મહતમ તાપમાન 35 ડીગ્રી નોંધાયુ હતુ.જોકે,શહેર સહિત જીલ્લાભરમાં બપોરના સુમારે સુર્યનારાયણનો આગવો મિજાજ યથાવત રહેતા જનજીવને ગરમીનો અહેસાસ કર્યો હતો.સાથો સાથ બપોરે માર્ગો પર આવા ગમન કરતા વાહનચાલકો અને રાહદારીઓ આકરા તાપથી રક્ષણ મેળવવા ટોપી, ચશ્મા, માસ્ક વગેરેનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.જામનગરમાં ચોવીસ કલાકમાં જ મહતમ તાપમાન બે ડીગ્રી ઘટયુ હતુ અને પારો 35 ડીગ્રી નોંધાયો હતો.જયારે લધુતમ તાપમાન 24.4 ડીગ્રી રહયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...