તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાત્રાને રોકડ સહિત કિંમતી દસ્તાવેજોનું પર્સ મળતા વર્ગ શિક્ષકને પરત આપ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત પ્રાથમિક શાળા નં. 32માં ધો. 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફરીદા સતારભાઈ ઉસકાણાને તા. 8ના બપોરના સમયે શાળાએથી ઘરે જતી હતી ત્યારે રેલવે સ્ટેશન પાસેથી રોકડ રકમ તથા અન્ય કીમતી દસ્તાવેજો ભરેલું પર્સ મળી આવતા તેમના વર્ગ શિક્ષક પુનમબેન મહેતાને આપી એક પ્રસંશનીય કાર્ય કર્યુ હતું અને આ અંગેની જાણ પોલીસને આપવામાં આવતા આજના વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રેરણા આપતા છાત્રના આ કાર્યને તમામ લોકોએ બિરદાવ્યું હતું.

શાળામાં અપાતા નૈતિક, માનવીય, સામાજિક, જાહેરહિત, રાષ્ટ્રીય અને ઈમાનદારી જેવા મુલ્યો અને સંસ્કારનું જીવંત પરિણામ જોવા મળ્યું હતું. જેમાં શાળા નં. 32ની છાત્ર ફરીદા સતારભાઇ ઉસકાણાને ઘરે જતી વખતે રાેકડ રકમ અને કિમતી દસ્વાજોજોનું પર્સ રસ્તામાં મળી આવતા તેના વર્ગ શિક્ષિકા પુનમબેનને આપવામાં આવતા શાળાના આચાર્ય વનરાજસિહ જાડેજા, સી.આર.સી. કો- ઓર્ડીનેટર ભરત મેંદપરા તથા સ્ટાફને જાણ કરવામાં આવતા નજીકના પોલિસ સ્ટેશને આ અંગેની જાણ કરી હતી અને રેલ્વે પોલિસના રઘુવીરદાન, પરીતાબેન અરશીભાઇ સહીતનો સ્ટાફ શાળાએ દોડી આવ્યો અને શાળાના તમામ બાળકો તથા શાળા સ્ટાફની ઉપસ્થિતિમાં ફરીદાને રોકડ પુરસ્કાર અને મીઠાઈ આપી તેમની ઈમાનદારીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો