તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Jamnagar News The Rules Are A Few Nods To The Police Police Bus Parked In The Middle Of The Road In Khambhaliya With No Traffic Halted 064116

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમો પોલીસને થોડા નડે? ખંભાળિયામાં રોડની વચ્ચોવચ પોલીસ બસને પાર્ક કરાઈ, છડેચોક ટ્રાિફક અવરોધાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખંભાળિયા શહેરમાં સાંકળા રસ્તાની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદીન વકરી રહી છે.ત્યારે લોકોને ટ્રાફિકના પાઠ શીખવતી ખુદ પોલીસની જ ટ્રાવેલ્સ શહેરના નગરનાકા પાસે રસ્તા વચ્ચોવચ 30 મિનીટ સુધી પડી રહી હતી.પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.અડધી કલાક સુધી બસને રસ્તા વચ્ચોવચ મુકી દેવાતા પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકમાં અવરોધરૂપ બની હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયા ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો ભારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્તપણે કામગીરી કરીને ટ્રાફિક સમસ્યા નિવારવા કડક કાર્યવાહી પણ કરાઇ રહી છે.શહેરમાં સાંકડા રસ્તા હોવાથી જો કોઇ વાહન રસ્તા પર પાર્ક થાય તો ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે.ત્યારે શહેરના નગરનાકા વિસ્તારમાં ગુરૂવારે પોલીસની ટ્રાવેલ્સ 30 મિનિટ સુધી રોડ વચ્ચે જોવા મળી હતી.પરિણામે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.અને વાહનોનેને અવરજવરમાં ભારે સમસ્યા સર્જાય હતી.જો કે,બસનો પોલીસમેન ગાયબ થય જતા 30 મિનિટ સુધી વાહનચાલકોને ટ્રાફિક ભોગવવી પડી હતી. આ ઘટનાના પગલે સ્થાનકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો