તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Jamnagar News The Privilege Of Watching The Dolphins And Fauna Alive At Dunnie Point As Well As The Surrounding Seaside Area Of Bat Dwarka 064031

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેટ-દ્વારકાના ડન્ની પોઇન્ટ તેમજ આસપાસના દરિયાઇ વિસ્તારમાં ડોલ્ફિન તથા જીવસૃષ્ટિ જીવંત જોવાનો લહાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના દરિયામાં અનેક ટાપુઓ આવેલા છે.દ્વારકાની આસપાસ 22 જેટલા ટાપુઓ છે.બેટદ્વારકાના સમીયાણી ટાપુ તેમજ પોસીત્ર ડન્ની પોઇન્ટ વિસ્તારમાં પર્યટકોને ડોલ્ફીન માછલી પણ જોવા મળે છે.સાથે સાથે 100 પ્રકાર જેટલી વનસ્પતિના દર્શન પણ થાય છે.અને દરિયાઇ જીવસૃષ્ટી જીવંત નિહાળવાનો લહાવો મળે છે.હજારો પર્યટકો ડોલ્ફીન જોવા માટે મુલાકાતે આવે છે. દરિયાઇ રાષ્ટ્રિય ઉદ્યાન એ કચ્છના અખાતમાં ફેલાયેલી પરવાળાની હારમાળા અને ચેરના વનોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જાહેર કરાયેલ દ્વારકા સંરક્ષણ અને સંવર્ધન માટે રક્ષિત વિસ્તાર છે.દરિયાઇ જીવસૃષ્ટિના અભ્યાસ માટે મુખ્યત્વે ગુજરાતભરમાં ચાર સ્થળ જાણીતા છે.જેમાં જામનગરના વાડીનાર નજીક આવેલ નરારા ટાપુ,પિરોટન ટાપુ,ડન્ની પોઇન્ટ પોસીત્રા ખાસ જાણીતા છે.પર્યટકોને જે ડોલ્ફીન ગોવા અને આંદામાન નિકોબારની સફર ખેડતી વેળાએ જોવા મળે છે તે જ ડોલ્ફીન બેટદ્વારકાના પોસીત્રા ડન્ની પોઇન્ટ તેમજ બેટદ્વારકા પાસે આવેલ સમીયાણી ટાપુ પાસે પણ જોવા મળે છે.સાથે સાથે ડન્ની પોઇન્ટ વિસ્તારમાં અલભ્ય દરિયાઇ જીવસૃસ્ટી ધરાવતા અતિ રમણીય પર્યટનસ્થળ પર હજારો પર્યટકો આવે છે.ખાસ કરીને શિયાળામાં ડિસેમ્બરથી માર્ચ સુધી હજારો પર્યટકો આવતા હોઇ છે.પોસીત્રા ડન્ની પોઇન્ટની આંતરરાષ્ટ્રિય કક્ષાએ પણ નોંધનીય બાબત છે.બેટદ્વારકા આસપાસના વિસ્તારમાં ડોલ્ફીન જોવા અસંખ્ય પર્યટકો આવી રહ્યા છે.

કઇ રીતે પહોંચી શકાય
દેવભૂમિ દ્વારકાથી 30 કિમીનું અંતર કાપી યાત્રીકો બેટદ્વારકા પહોંચી શકે છે.અહીં પહોંચવા માટે ખાનગી વાહન એસટી બસ મારફતે પહોંચી શકાય છે.બેટદ્વારકા પાસે આવેલ સમીયાણી ટાપુ પાસે ડોલ્ફીન જોવા મળે છે.અન્યથા અહીંથી ખાનગી બોટ કરી પર્યટકો પોસીત્રા ડન્ની પોઇન્ટ સુધી દરિયાઇ મુસાફરી કરે તો આહ્લલાદક આનંદ મેળવી શકે છે.આ વિસ્તારમાં ડોલ્ફીન આરામથી જોવા મળી જાય છે.

ડોલ્ફિન સાથે દરિયાઇ સૃષ્ટિ જોવા મળે
પોસીત્રા ડન્ની પોઇન્ટ વિસ્તારમાં ડોલ્ફીન માછલી ઉપરાંત વનસ્પતી તેમજ દરિયાઇ જીવસૃષ્ટી જોવા મળે છે.જેમાં કરચલા,કાચબો,દરિયાઇ ઘોડા,જેલી ફીશ અને સાપ પણ જોવા મળે છે.ઋતુ મુજબ વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો