ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિનહરીફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપાર ઉધોગની જાણીતી સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચુંટણીમાં પ્રમુખ પદ બિનહરીફ ચુંટાયા છે. જયારે 15 વિભાગો માટે 72 થી વધુ ફોર્મ આવતા તેની સ્કુટીની કરવામાં આવી રહી છે. ત્યાર બાદ કારોબારીની ચુંટણી થશે.

રાજાશાહી વખતેની અને વેપાર ઉધોગ સાથે સંકળાયેલી જામનગરની અગ્રણીય સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં 1203 સભ્યો છે, આ સંસ્થાની ચુંટણી જાહેર થઇ હતી, જે માટે બુધવારના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે છેલ્લા એક દાયકાથી ચેમ્બર સાથે સંકળાયેલા અને બે ટર્મ સેક્રેટરી રહેલા બિપેન્દ્રસિંહ જાડેજા સિવાય કોઇએ પ્રમુખ પદ માટે દાવેદારી ન કરતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. જયારે કારોબારીને 15 વિભાગો માટે 72 જેટલા ફોર્મ આવતા તમામની કમિટી દ્વારા સ્કુટીની ચાલી રહી છે. જે મોડીરાત્ર સુધી ચાલે તેવી સંભાવના છે અને ત્યાર બાદ કારોબારી માટે ચુંટણી યેાજાશે.

15 એપ્રિલના રોજ મતદાન તથા પરિણામ
જામનગર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી માટેની રસાકસીભરી 15 વિભાગો માટેની ચૂંટણી માટે બુધવારના ફોર્મ ચકાસણી બાદ તા. 6 સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે તેમજ તા. 15ના રોજ મતદાન થશે. જેનું પરીણામ એજ દિવસે જાહેર કરવામાં આવશે.

ચેમ્બરની ચૂંટણી માટે નીરસ વાતાવરણ
જામનગર ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિષ્ઠીત સંસ્થાની ચુંટણી દરવખત ભારે રસાકસી પૂર્ણ અને ઉતેજના ભરી હોય છે. જેમાં રાજકીય પક્ષો પણ રસ દાખવતા હોય છે. પરંતુ આ વખતે લોકસભા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે ચેમ્બરની ચૂંટણીમાં નિરસ વાતાવરણ જોવા મળી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...