તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ કર્મીને અરજદારે ફડાકો ઝીંકી દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલા જિલ્લા સેવાસદનમાં શહેર મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં મંગળવારે આવકના દાખલા માટે એકસાથે 500 અરજદારોની ભીડથી હોબાળો મચી ગયો હતો.આ સ્થિતિમાં એક અરજદારે કોન્ટ્રાકટ બેઇઝ કર્મીને ફડાકો ઝીંકી લેતાં અન્ય કર્મચારીઓમાં મૂંઝવણ સાથે ભારે રોષની લાગણી ફેલાઇ હતી.બનાવની જાણ થતાં પ્રાંત અધિકારી દોડી જતાં અને આવકનો દાખલો કઢાવવા આવેલા અરજદારોને ટોકન આપી દેતાં મામલો થાળે પડયો હતો.આરટીઇના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય ફોર્મ ભરવા ભારે ધસારાના કારણે આ સમસ્યા સર્જાઇ હતી.

દરરોજ 400 થી 500 આવકના દાખલા નીકળે છે. આરટીઇના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી હોય જામનગર જિલ્લા સેવા સેદનમાં શહેર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં દરરોજ 400 થી 500 જેટલા આવકના દાખલા નીકળતા હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

જનસેવા કેન્દ્રમાં અફરા-તફરીનો ઘટનાક્રમ
જનસેવા કેન્દ્રમાં આવકવેરા દાખલા કાઢવાની કામગીરી રોજના નિયત સમયે શરૂ થતાં એકસાથે 500 અરજદારો આવતા અફડાતફડી

જનસેવા કેન્દ્રમાં આવકવેરાના દાખલા કાઢવા માટે ફકત ચાર કોમ્પ્યુટર સિસ્ટમ હોય કર્મચારીઓ મૂંઝાયા

આવકવેરાના દાખલામાં વિલંબ થતાં અરજદારોએ હોબાળો મચાવી એક કર્મચારીને ફડાકો ઝીંકી લેતાં કર્મચારીઓએ કામગીરી થોડી મીનીટો માટે બંધ કરી દીધી હતી.

જામનગર શહેર પ્રાંત અધિકારી દોડી આવતા અરજદારોને ટોકન આપતા મામલો થાળે પડયો.

અરજદારોનો ધસારો છતાં ફકત ચાર કમ્પ્યૂટર
જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા માટે કાયમ ધસારો રહેતો હોય છે.આટલું જ નહીં આરટીઇ તેમજ અન્ય એડમીશન વખતે ક્રીમીલીયરમાં પણ આવકના દાખલાની જરૂર હોય અરજદારોનો ભારે ધસારો રહે છે.આમ છતાં ફકત ચાર કોમ્પ્યુટર સિસ્ટમ હોય કાયમી આ સમસ્યા રહેતી હોવાની અરજદારોની ફરિયાદ છે.

કમ્પ્યૂટર વધારવાની સૂચના આપી છે,રવિવારે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે
જનસેવા કેન્દ્રમાં મંગળવારે એકસાથે 500 અરજદારો આવકના દાખલા માટે આવતા કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાતા વિલંબ થતાં અરજદારોએ હોબાળો મચાવ્યો હતો.જો કે,ત્યારબાદ અરજદારોને સમજાવી ટોકન આપવામાં આવતા પુન: કામગીરી શરૂ થઇ હતી.આરટીઇના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હોય આવકના દાખલા માટે અરજદારોના ધસારાને અનુલક્ષીને કોમ્પ્યુટર સિસ્ટમ વધારવાની સૂચના આપી છે.આટલું જ નહીં રવિવારે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે. હર્ષવર્ધન સોલંકી, પ્રાંતઅધિકારી,જામનગર શહેર

અન્ય સમાચારો પણ છે...