તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તફંડચી કરાયેલા ATM કાર્ડથી પૈસા ઉપાડનારો શખ્સ ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં થોડા સમય પુર્વે સુભાષબ્રિજ નજીક બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરાયેલી કારમાંથી કોઇ શખ્સ પાકીટની ચોરી કરી ગયાનો બનાવ બહાર આવ્યો હતો.આ પાકીટમાં સંબંધિત આસામીનુ એટીએમ કાર્ડ પણ હોવાનુ ખુલ્યુ હતુ.આ બનાવ મામલે સાયબર ક્રાંઇમ સેલમાં કરાયેલી અરજીના અનુસંધાને ઇન્ચાર્જ પી.આઇ. વી.વી. વાગડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સુનિલભાઇ કાંબલીયા, હિતેશભાઇ ચાવડા અને બીપીનભાઇ સહીતની ટીમે ટેકનીકલ પધ્ધતિથી એનાલીસીસ કરીને ઉઠાવગીરના સગડ મેળવવા માટે કવાયત હાથ ધરી હતી.

દરમિયાન બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને કાર્ડની તફંડચી કર્યા બાદ ખાતામાંથી એટીએમ મારફતે 8 હજાર ઉપાડી લેનારા સંજય મુકેશભાઇ નામના શખ્સને પકડી પાડયો હતો. સીટી બી ડીવીઝન પોલીસે આ શખ્સનો કબજો સંભાળી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...