તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા જિલ્લાના પેન્શરોએ નાણાકીય 2018-19ના જરૂરી કાગળો 10 ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા તિજોરી કચેરી દેવભૂમિ દ્વારકાથી પેન્શન મેળવતા અને આવકવેરો ભરવા પાત્ર પેન્શનરોએ નાણાકીય વર્ષ 2018-19ના વર્ષની ઈન્કમટેક્ષની વિગતો, તમામ આવકની ગણતરી પત્રક, રોકાણની વિગતો, આવકવેરો ભર્યાના આધારો વગેરેની નકલો, પેન્શનરનું નામ, પી.પી.ઓ.નંબર, પાનકાર્ડ નંબર, બેંકનું નામ શાખા, બેંક ખાતા નંબર સાથે જિલ્લા તિજોરી અધિકારી અથવા લગત પેટા તિજોરી કચેરીને તા. 10 ફેબ્રુઆરી સુધીમાં આપવાની રહેશે. અન્યથા ફેબ્રુઆરી-૨૦૧૯ના પેન્શનમાંથી પેન્શનની આવકવેરા પાત્ર રકમ ધ્યાને લઈ નિયમાનુસાર આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે. જેની દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી મારફત પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...