તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં કાલાવડના કોંગી ધારાસભ્યનું નામ વિસરાતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલાવડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં કાલાવડના કોંગી ધારાસભ્યનું નામ વિસરાતા માર્કેટીંગ યાર્ડના સતાધીશોએ રાતોરાત નવી આમંત્રણ પત્રિકા છપાવતા ભારે ચકચાર જાગી છે.ભૂલ કે પછી ઇરાદાપૂર્વક કોંગી ધારાસભ્યનું નામ લખવામાં આવ્યું ન હતું તે તપાસનો વિષય બન્યો છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે કાલાવડ એપીએમસીનું ભૂમિપૂજન,જીઆઇડીસી અને પીજીવીસીએલ કચેરીનું લોકાર્પણ,નગરપાલિકાના કાયમી થતાં કર્મચારીઓને નિમણૂંક પત્ર એનાયત કરવા આવી રહ્યા હોય કાલાવડ માર્કેટીંગ યાર્ડ દ્વારા આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી હતી.પ્રથમ છપાવેલી આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ,પુરવઠા મંત્રી જયેશ રાદડીયા,જામનગરના સાંસદ પૂનમબેન માડમ,જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના નામ હતાં.જયારે અતિથિ વિશેષમાં ભાજપના પૂર્વ સાંસદ સહીતના નામો હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો