તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક-સેનેટાઇઝરના કાળાબજારમાં 7 વર્ષની કેદ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દુનિયાની સાથે ભારતમાં પણ કોરોના રોગચાળા વકરતા ગુજરાતમાં એપેડેમીક ડીઝીઝ એકટ હેઠળ નિયમો બનાવી તેનું અમલીકરણ શુક્રવાથી શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ કોરોનાની દહેશતના પગલે માંગ વધતા રાજયની સાથે જામનગરની બજારમાંથી માસ્ક અને સેનેટાઇઝરનો જથ્થો ગાયબ થયો છે ત્યારે માસ્ક અને સેનેટાઇઝરને આવશ્યક ચીજવસ્તુધારામાં સમાવાયા છે. આથી આ બંને વસ્તુનું કાળાબજાર કરનારાઓને નિયમ મુજબ 7 વર્ષ સુધીની કેદ થઇ શકે છે. આટલું જ નહીં જિલ્લા વહીવટીતંત્રએ જી.જી. હોસ્પિટલના ફાર્માલોજીકલ વિભાગ સાથે મળી સેનેટાઇઝર બનાવાનું શરૂ કર્યું છે. જે બજારમાં મળતા સેનેટાઇઝર જેટલું અસરકાર છે તેની મંજૂરી મળતા જયાં લોકોની વધુ ભીડ રહે છે તેવી જી.જી.હોસ્પિટલ તેમજ અન્ય સરકારી કચેરીમાં મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ કેન્યા, શારજહા, યુએઇ થઇ અમદાવાદથી જામનગર પરત આવેલા વધુ એક વ્યકિતને કોરોનાના લક્ષણો જણાતાં તેના લોહીના નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં. પરંતુ આ દર્દીનો રિપોર્ટ પણ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. કોરોનાનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે ત્યારે ગભરાવાના બદલે જો વિદેશથી આવ્યા હોય અને આ રોગના લક્ષણો જણાય તો સેલ્ફ ડીકલેરશન એટલે કે તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેકટર રવીશંકર શ્રીવાસ્ત્વે લોકોને અનુરોધ કર્યો છે. કોરોના રોગચાળા સામે તકેદારીના ભાગરૂપે 31 માર્ચ સુધી સરકારી જાહેર કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

કોરોનાની વકરતી મહામારી ટાળવા સાવચેતી સાથે કડક પગલાં

} ચાઇના, ઇટાલી, કોરિયા, જર્મની, સ્પેન, ફ્રાન્સ કે જે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે ત્યાંથી પરત ફરેલા વ્યકિતઓએ સેલ્ફ ડીકલેરેશન કરી તકેદારીના ભાગ રૂપે ટેસ્ટીંગ કરાવવું

} શંકાસ્પદ દર્દીની ટ્રાવેલ હીસ્ટ્રીની ચકાસણી કરી તેને કેટલા લોકોની મુલાકાત લીધી, રેલવે, બસ, વિમાન કેવી રીતે આવ્યા તે સહિતની બાબતોની ચકાસણી આવી રહી છે.

} મુસાફરોની ફરિયાદો મળી છે કે, ટુર ઓપરેટરો ભારત આગમનના ત્રણ થી ચાર કલાક પહેલા પેરાસીટામલ ટેબલેટ લેવાનું કહેવામાં આવે છે, આ બાબત ખુદ મુસાફર માટે તેમજ અન્ય લોકો માટે ખૂબજ ભયજનક અને જાન જોખમમાં મૂકનારી હોય જરા પણ શંકા લાગે તો સેલ્ફ ડીકલેરેશન કરાવી સ્ક્રીનીંગ કરાવવું.

હોસ્પિટલોમાં ખાસ રૂમ શરૂ કરો

ઇન્ડિયન મેડીકલ એસો. સાથેની મીટીંગમાં જિલ્લા કલેકટરે સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન મુજબ તમામ ખાનગી હોસ્પિટલમાં ફલુ કોર્નર નામનો અલાયદો રૂમ શરૂ કરવા સૂચના આપી છે. જેમાં શરદી, ઉધરસ, ગળાની તકલીફ ધરાવતા દર્દીઓની સારવાર કરી તેઓની ફોરેન હીસ્ટ્રી ચકાસવામાં આવશે. જો શંકાસ્પદ કેસ જણાય તો હેલ્પલાઇન નંબર 104 અથવા 105 પર સંપર્ક કરવો.

ઘેર આવીને લોહીના નમૂના લેશે

કોઇ પણ વ્યકિત છેલ્લાં 14 દિવસ દરમ્યાન કોરોના વાયરસ અસરગ્રસ્ત દેશોમાંથી જામનગર પરત ફર્યા હોય અને કોરોનાના લક્ષણો જણાય તો ઘરની બહાર નીકળવું નહીં. આટલું જ નહીં હેલ્પલાઇન નંબર 104 અથવા 105 પર સંપર્ક કરવો, જેથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ રક્ષણાત્મક ડ્રેસ પહેરી ઘેર આવી લોહીના નમૂના લઇ જશે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો પરિવારના અન્ય સભ્યો ને પણ મળવાનું ટાળવું.

કોરોનાની દહેશતના પગલે જામનગરના માર્કેટમાંથી સેનેટાઇઝર, માસ્કનો જથ્થો ગાયબ તંત્રએ જી.જી. હોસ્પિટલમાં સેનેટાઇઝર બનાવવાનું શરૂ કર્યું, સરકારી કચેરીઓમાં મુકાશે

જો પોઝીટીવ કેસ નોંધાશે તો વિસ્તાર, કોલોની સીલ કરાશે

જામનગર શહેર-જિલ્લામાં હજુ સુધી કોઇ પોઝીટીવ કેસ નોંધાયો નથી. પરંતુ જો પોઝીટીવ કેસ નોંધાશે તો સંલગ્ન વિસ્તાર, કોલોનીને સીલ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં કમિશ્નર અને જિલ્લામાં કલેકટરની પરવાનગી વગર અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ મળશે નહીં. અસરગ્રસ્ત વિસ્તારમાં બેરીકેટેડ લગાવી આઇસોલેટેડ કરવામાં આવશે.જરૂર પડયે શાળા, કોલેજ, સિનેમાઘરો બંઘ કરવામાં આવશે. આ કાર્યવાહીમાં વ્યવસ્થા જાળવવા પોલીસની મદદ લેવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.

ભાસ્કરના અહેવાલોને ગંભીરતાથી લઇને પ્રશાસન હરકતમાં આવ્યું

વધુ એક શંકાસ્પદ દર્દીનો રીપોર્ટ નેગેટીવ: 31 માર્ચ સુધી તમામ સરકારી જાહેર કાર્યક્રમ મોકૂફ : કલેકટરે કહયું, ગભરાઓ નહીં, સેલ્ફ ડેક્લેરેશન કરો

13 માર્ચ 2020

10 માર્ચ 2020

} મુસાફરોની ફરિયાદો મળી છે કે, ટુર ઓપરેટરો ભારત આગમનના ત્રણ થી ચાર કલાક પહેલા પેરાસીટામલ ટેબલેટ લેવાનું કહેવામાં આવે છે, આ બાબત ખુદ મુસાફર માટે તેમજ અન્ય લોકો માટે ખૂબજ ભયજનક અને જાન જોખમમાં મૂકનારી હોય જરા પણ શંકા લાગે તો સેલ્ફ ડીકલેરેશન કરાવી સ્ક્રીનીંગ કરાવવું.

} માસ્ક અને સેનેટાઇઝરને આવશ્યક સેવામાં સમાવામાં આવ્યા હોય જો કોઇ કાળાબજાર કરતા હોય તો નજીકના પોલીસ મથક અથવા જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવી.

} કોરોના સામે સાવચેતીના પગલાં દરમ્યાન કોઇની ફલાઇટ ચૂકાય જાય કે આર્થિક નુકશાન થાય તો નિયમ મુજબ જવાબદાર સરકારી અધિકારી સામે કોર્ટમાં જઇ શકશે નહીં. આટલું જ નહીં કામગીરીમાં અવરોધ ઉભો કરવા સબબ કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

} સામાન્ય કાર્યક્રમ હોય તો પણ તા. 31 માર્ચ સુધી બને તો ટાળવા તંત્રનો અનુરોધ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો