તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોડીપાસા ક્લબમાં LCBનો પણ વહીવટ ચાલતો !

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરન શહેરના મહાદેવનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ પર એલ.સી.બી.એ દરોડો પાડતા આમાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઇને એસ.પી.એ. પી.આઇ સહીત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી નાખતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.પરંતુ પ્રથમથી શંકાસ્પદ લાગતા ઘોડીપાસાની કલબમાંથી ત્રણ એલ.સી.બી.ના કર્મચારીઓ પણ પૈસા લેતા હોવાનુ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.આ મુદદે હવે સ્થાનિક પોલીસ અને એલ.સી.બી. આમને-સામને આવી ગયા છે.એકને સજા તો બીજાને મજા જેવો ઘાટ ઘડાતા પોલીસમાં આ બાબતની ભારે ચર્ચાએ જોર પકડયુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરના મહાદેવનગર વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમે મોડી રાતે દરોડો પાડી રહેણાંક વિસ્તારમાં ઘમધમતી ઘોડીપાસાની કલબ પકડી પાડી હતી જેમાં સાત ખેલંદાઓ રૂ. 3.20 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા.ઘણા સમયથી ચાલતી કલબ પર પોલીસની રહેમ દ્રષ્ટી હતી જે બાબતે એસ.પી. શરદ સિંઘલ લાલઘુમ થયા હતા અને તાત્કાલિક પી.આઇ. પરમાર, પી.એસ.આઇ. આર.એમ.મકવાણા તેમજ ડી સ્ટાફના એ.એસ.આઇ. અબ્દુલ રજાક કુરેશી, હેડ કોન્સટેબલ ધમભા ઝાલા અને ખોડીયાર ચોકીના હેડ કોન્સટેબલ અશોકભાઇ સિંહલાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.દરમિયાન આ કલબની તપાસમાં ત્રણ એલ.સી.બી.ના કર્મચારીઓ પણ પૈસા લેતા હોવાનુ બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ મામલે શુ કરવુ તેની વિચારણામાં પડી ગયા છે.બીજી બાજુ સ્થાનિક પોલીસમાં ભારે અસંતોષ ઉભો થયો છે.એકને સજા બીજાને મજા જેવી નિતિથી પોલીસ બેડામાં નારાજગી ફેલાઇ છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણનુ શુ અંજામ આવશે તે જોવાનુ રહયું.

કોઇને છોડવામાં નહીં આવે
આ બાબતની ઇન્કવાયરી ચાલે છે જેના પ્રમાણે કડક પગલા લેવામાં આવશે.કોઇપણને આ બાબતે છોડવામાં આવશે નહી તે નકકી છે. શરદ સિંઘલ, એસ.પી., જામનગર

તો LCBએ રેડ શું કામ કરી ?
આધારભુતસુત્રો જણાવે છેકે એલ.સી.બી.માં બે ભાગ પડી ગયા છે.આ રેઇડ થવાના બે જ કારણ છે એક તો અધિકારીને અંધારામાં રાખી પૈસા લેવાતા હોય બીજુ એલ.સી.બી.નુ જે ગ્રૃપ પૈસા લેતુ હતુ તેના વિરોધીઓએ રેઇડ કરી ખેલ પાડી દીધો.

અન્ય સમાચારો પણ છે...