તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસઇ ગામમાં હનુમાન મંદિરના જિર્ણોદ્ધાર મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: વસઇ ગામમાં મુખ્ય બજારમાં આવેલ હનુમાનજીના નાના મંદિરને મોટુ બનાવવામાં આવતા બજરંગબલીના મંદિરનો જિર્ણોદ્ધાર મહોત્સવ વસઈમાં તા. 14ના રામનવમીના દિવસે સમસ્ત વસઈ ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આ દિવસે સવારે હવનનો કાર્યક્રમ, 9.30 વાગ્યે રામદેવપીરના મંદિરેથી ધજાના વાજતે-ગાજતે સામૈયા, 11.30ના ધ્વજારોહણ, બપોરે મહાપ્રસાદ તથા રાત્રે ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. મંદિરના નિર્માણમાં મહેનત કરનાર આયોજકો, આર્થિક યોગદાન આપનાર દાતાઓ તથા સહકાર આપનાર તમામને સમસ્ત વસઇ ગામ બિરદાવશે અને કાર્યક્રમનું આયોજન સમસ્ત વસઈ ગામ દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...