તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણે ઘાયલ પશુ-પંખીને તાત્કાલિક સારવાર મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકરસંક્રાંતિ પર્વના તા. 14ના દિવસે જામનગરના એનીમલ વેલફેર ટ્રસ્ટ તથા જામસાહેબ શત્રુશલ્યસિંહજીની પ્રેરણાથી સંચાલિત સરપીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા જામનગરમાં તાત્કાલિક સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે અને ઘાયલ પક્ષીને કેન્દ્ર પર રૂબરૂમાં લઇ આવવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. ઘાયલ પશુ-પક્ષીઓની તાત્કાલિક સારવાર મળશે ત્યારે શહેરના તળાવની પાળે બાલા હનુમાન સંકીર્તન મંદિર પાસે તથા સાતરસ્તા સર્કલ પાસે બર્ડ હોસ્પિટલ પાસેના સ્ટોલમાં તાત્કાલિક સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે. ઘાયલ પક્ષીને કેન્દ્ર પર રૂબરૂમાં લઈ આવવાના રહેશે. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ પતંગ નહીં ચગાવવા લાેકોને અનુરોધ કરવામાં આવ્યો છ. તો વધુ માહિતી માટે મો.નં. 92275 55108 તથા 7574000108 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો