તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચુંટણી રદ્દ કરતા ફરી આ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચુંટણી રદ્દ કરતા ફરી આ બેઠક પર પેટા ચૂંટણીના વાદળો ઘેરાયા છે. ગત 2017માં માત્ર 5700 જેટલા મતે જીતેલા ભાજપના પબુભા માણેક માટે પેટા ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. ભાજપ-કોંગ્રેસ બન્નેના 2017ના ઉમેદવારો રિપિટ થાય તેવા સંજોગો વચ્ચે દ્વારકા-કલ્યાણપુર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે.

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર લોકસભાની સાથો સાથ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરતા હવે જામનગરની દ્વારકા બેઠક પર પણ પેટા ચૂંટણીના સંજોગો ઉભા થયા છે. ગત 2017માં કોંગ્રેસના મેરામણ ગોરીયાએ ભાજપના પબુભા માણેકને બરાબરની ટકકર આપી હતી. જેમાં પબુભા 5739 મતોથી વિજેતા થયા હતા. જો નાટો અને બહુજન સમાજના ઉમેદવારોએ મતો કાપ્યા ન હોત તો ચિત્ર જુદુ હોત, હાલ જો પેટા ચૂંટણી થાય તો ભાજપમાંથી પબુભા માણેકની ઉમેદવારી નિશ્ચિત છે. જયારે કોંગ્રેસમાંથી પણ ગત વખતના ઉમેદવાર મેરામણ ગોરીયા જેવો કોઇ સક્ષમ ઉમેદવાર નથી એટલે 2017નો જંગ ફરી 2019માં ખેલાશે તેવું જણાઇ રહ્યું છે. આહિરના પ્રભુત્વવાળી બેઠક પર મુસ્લિમ, સતવારા, દલિત વગેરેના મતો ખૂબ જ નિર્ણાયક છે. પરંતુ સાત ટર્મથી ચૂંટાતા પબુભાને હરાવવા અહી અપસેટ સર્જાવા જેવું છે.

અન્ય સમાચારો પણ છે...