તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ગાવાહિનીની બહેનોને ત્રિશુલ દિક્ષા અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા મહિલા વિભાગ દ્રારા તા. 17ના ખંભાળિયા તાલુકા બેઠક ખંભાળિયા શહેરમાં ગુર્જર સુતાર સમાજવાડીમાં રાખવામાં આવી હતી. જેમાં વિહિપ બજરંગદળ, દુગૉવાહીની તથા મહિલા વિભાગ ખંભાળિયા તાલુકા ગ્રામ્ય શહેર તથા વોર્ડ સમિતિની બેઠકમાં નવી નિમણૂંક કરવામાં આવી હતી.

ખંભાળિયામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મોચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ દ્વારકા જિલ્લા મંત્રી દિપકભાઇ જાની, વિહિપ દ્વારકા જિલ્લા સહ મંત્રી વિજયભાઇ જગતીયા તથા મહિલા વિભાગ દ્વારકા જિલ્લા દુર્ગાવાહિની સંયોજીકા પારૂલબેન ગઢવી, જામનગર વિહિપ મહિલા સંયોજીકા નિમિષાબહેન ત્રિવેદી, ખંભાળિયા તાલુકા વિહિપ અધ્યક્ષ રવિન્દ્રસિંહ જાડેજા, ખંભાળિયા તાલુકા બજરંગ દળ સંયોજક અમિતભાઇ જાદવાણી, ખંભાળિયા તાલુકા બજરંગ દળ સહ સંયોજક દેશુરભાઇ ગઢવી, ખંભાળિયા શહેર વિહિપ મંત્રી મનીષભાઇ જેઠવા, બજરંગદળ ખંભાળિયા શહેર સંયોજક હિતેશભાઇ રાયચુરા, વિહિપ બજરંગદળ, દુગૉવાહીની તથા મહિલા વિભાગ ખંભાળિયા તાલુકા ગ્રામ્ય શહેર તથા વોર્ડ સમિતિની બેઠકમાં નવી નિમણૂંક કરવામાં આવી હતી અને જુદા-જુદા ગામની જવાબદારી તથા બેઠકમાં દુગૉવાહીનીની બહેનોને તથા બજરંગદળના ભાઈઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી.

બેઠકનું સંચાલન જીલ્લા મંત્રી દિપકભાઇ જાની દ્વારા કરાયું હતું આ ઉપરાંત આગામી કાર્યક્રમો જેવા કે રામોત્સવ, શોભાયાત્રા, હનુમાન જયંતીની ઉજવણી, બજરંગદળ વર્ગ તથા બુઢા અમરનાથ યાત્રા વિશેની તમામ માહિતી ધમૉચાયૅ સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા દ્વારા આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બજરંગદળ ખંભાળિયા તાલુકાના અગ્રણીઓ અમિતભાઈ જાદવાણી તથા સહસંયોજક દેશુરભાઈ ધમા સહિતના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.

ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા મહિલા વિભાગ દ્વારા બેઠક યોજાઈ

અન્ય સમાચારો પણ છે...