તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં ડેન્ગ્યુના દર્દીને સારવાર ન મળતા જામનગર રીફર કરવા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા શહેર તેમજ પંથકમાં રોગચાળો ફાટી નિકળ્યો છે.ત્યારે બેકાબું રોગચાળાને કાબુ મેળવવા આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો પણ કામે લાગી છે.ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે.તો બીજી બાજું રોગચાળા વચ્ચે જિલ્લાના વડુમથક ખંભાળિયા સરકારી હોસ્પિટલ રામભરોષે ચાલી રહી છે.તબીબોની ઘટના લીધે દર્દીઓ પણ પરેશાન થઇ રહ્યા છે.ડેન્ગ્યુના મહિલા દર્દીને તો હોસ્પિટલમાં સારવાર ન મળતા જામનગર રીફર કર્યા હતાં.ડેન્ગ્યુ જેવા કેસમાં પણ સારવાર ન મળી તો ઇમરજન્સી કેસમાં શું હાલત થતિ હશે તે જાણી શકાય છે.

ખંભાળિયા સરકારી હોસ્પિટમાં બે દિવસ પૂર્વે રાજીબેન રમેશભાઇ મોકરીયા નામના મહિલાને દાખલ કરાયા હતાં.જેના લોહીના નમૂના મેળવી પૃથ્થુકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં.રિપોર્ટમાં મહિલાને ડેન્ગ્યું પોઝિટીવ હોવાનું સામે આવતા દાખલ કરાયા હતાં.પરંતુ તબીબના અભાવે ડેન્ગ્યુની યોગ્ય સારવાર ન મળતા મહિલા દર્દીને તાત્કાલીક જામનગર હોસ્પિટલ ખસેડવા તબીબોએ સુચના આપી હતી.કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં એક ડેન્ગ્યુના દર્દીની પણ યોગ્ય સારવાર ન મળતા જામનગર રિફર કરવા પડે તે કેટલી દયનીય પરિસ્થિતિ કહેવાય.કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં મહેકમ પ્રમાણે અધોઅધ ડોક્ટરોની જગ્યા ખાલી પડી છે.

અન્ય સમાચારો પણ છે...