તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડી ઘટી અને પવન થંભ્યો, શહેરીજનોને આંશિક રાહત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 2.5 ડીગ્રીના વધારાથી લોકોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવી છે.શહેરમાં છેલ્લાં બે દિવસમાં લઘુતમ તાપમાનમાં નોંઘપાત્ર ઘટાડાથી તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.શુક્રવારે ઠંડીનો પારો ઘટીને 10 ડીગ્રીએ પહોંચતા જનજીવન રીતસર ધ્રુજી ઉઠયું હતું.આ સ્થિતિમાં છેલ્લાં પૂરા થતાં 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાનમાં 2.5 ડીગ્રીનો વધારો થતાં શહેરીજનોએ ઠંડીમાં આંશિક રાહત અનુભવી હતી.શનિવારે લઘુતમ તાપમાન 12.5 ડીગ્રી અને મહતમ તાપમાન 23.5 ડીગ્રી નોંધાયું હતું.જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા અને પવનની ગતિ 10 થી 15 કીમી પ્રતિ કલાક રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો