તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રોલની મજોઠ પ્રાથમિક શાળાના ચાર શિક્ષકની સામૂહિક બદલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલના મજોઠ ગામની પ્રા.શાળામાં ફરજ બજાવતા ચાર શિક્ષકની જામજોધપુર તાલુકાની જુદી જુદી પ્રા. શાળામાં બદલીના હુકમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરાયા છે.

જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસ.જે.ડુમરાળીયાએ ધ્રોલના મજોઠ ગામની પ્રા.શાળામાં ફરજ બજાવતા ચાર શિક્ષકની જામજોધપુર તાલુકામાં બદલીના આદેશ કર્યા છે જેમાં શિક્ષક મહાવીરસિંહ જાડેજાને પરડવા, કોડીયાતર મયુરીબેનને વસંતપુર, પટેલ ધીરજકુમારને શંખપુર ધ્રાફા તેમજ વણકર દિનેશકુમારને નર્મદેશ્વર વાડી શાળા ખાતે બદલીના હુકમ થયા છે.

જામનગરમા ડીપીઇઓએ ચાર્જ લેતાની સાથે જ શિક્ષણ અને હાજરી સહિતની બાબતોને લક્ષમાં રાખી કડક કાર્યવાહી હાથ ધરી રહી છે.અગાઉ જુદી જુદી શાળામાં ફરજ બજાવતા નવ શિક્ષકને સંબંધિત શાળામાં ગેરહાજર મામલે નોટીશ પણ ઇસ્યુ કરી હતી જેમાં સાત દિવસમાં સંબંધિતો દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં નહી આવે તો કડક પગલાના નિર્દેશ પણ વ્યકત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...