નવાગામમાં બેનને બચાવવા ભાઇએ પણ કુવામાં ઝંપલાવ્યું, બંનેના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાલાવડ તાલુકાના નવાગામ સીમમાં રહેતા ખેતમજુરી કામ કરતા મુળ સંતરામપુરના વતની પરીવારની તરૂણી અકસ્માતે કુવા અંદર પટકાતા તેને બચાવવા માટે પિતરાઇ ભાઇએ ઝંપલાવ્યુ હતુ. જોકે. બંનેને બહાર કાઢી હોસ્પીટલમાં ખસેડાતા તબીબોએ મૃત ઘોષિત કર્યા હતા.આ બનાવથી શ્રમીક પરીવારમાં ઘેરો શોક છવાયો છે. જયારે પંથકભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના નવાગામ સીમમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા મુળ સંતરામપુર પંથકના વતની પ્રવિણભાઇ બજોડની પુત્રી કાજલ(ઉ.વ.15) ગુરૂવારે બપોરે અકસ્માતે કુવામાં પટકાઇ પડી હતી જે વેળાએ તેને બચાવવા માટે પિતરાઇ ભાઇ નિલેશભાઇ મુકેશભાઇ(ઉ.વ.21)એ તુરંતપાણી ભરેલા કુવામાં ઝંપલાવ્યુ હતુ.ત્યારબાદ બંને ઉંડા પાણીમાં ગરક થતા બહાર આવ્યા ન હતા.

જેથી વાડી નજીક હાજર રહેલા અન્ય લોકોએ ભારે દેકારો કરતા જ ગામમાંથી પણ લોકો દોડી આવ્યા હતા અને કુવામાં ઉતરીને બંનેને બેભાન હાલતમાં બહાર કાઢીને તાકીદે ખાનગી વાહન મારફતે કાલાવડની સરકારી હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં ફરજ પર હાજર તબીબે બંનેને મૃત ઘોષિત કર્યા હતા.

મૃતક તરૂણી અને યુવાન બંને ફઇ-મામાના ભાઇ બહેન થતા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે.પોલીસે બંનેના મૃતદેહોના પોષ્ટમોર્ટમ કરાવીને તેના પરીવારને સુપરત કર્યા હતા. મુળ સંતરામ પુરના ભાટવા ગામનો યુવક અને પ્રથમપુર ગામની તરૂણીનો ભોગ લેવાતા તેના પરીવાર પર વ્રજઘાત થયો હતો.જયારે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

સંતરામપુરના વતની શ્રમીક પરીવાર પર વ્રજઘાત,પંથકભરમાં ભારે અરેરાટી
અન્ય સમાચારો પણ છે...