તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ઉમેદવારે છ દિવસમાં રૂ.20.13 લાખનો ખર્ચ રજૂ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ગુરૂવારે તંત્ર દ્વારા ઉમેદવારોના ખર્ચની પ્રથમ તપાસ કરી હતી જેમાં જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારે રૂ.20.13 લાખ,કોંગ્રેસના ઉમેદવારે 14.39 લાખનો ખર્ચ દર્શાવ્યો છે.

ઉમેદવારોએ ખર્ચ પત્રક રજુ કરવાના હોય છે જેની પ્રથમ ચકાસણી ગુરૂવારે કરી હતી.જેમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે 8 એપ્રિલ સુધી રૂ.20,13,883નો ખર્ચ જયારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ 10 એપ્રિલ સુધી રૂ.14,39,033નો ખર્ચ કર્યાનુ દર્શાવ્યુ છે.જયારે 77-જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઇ સભાયાએ 8મી એપ્રિલ સુધીમાં રૂ.2,04,415નો ખર્ચ,ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલે 10મી એપ્રિલ સુધીમાં રૂ.82,663નો ખર્ચ દર્શાવ્યો છે. બંને બેઠકો પર અપક્ષ અને અન્ય રાજકીય પક્ષના 22 ઉમેદાવરોએ પણ ખર્ચના પત્રક રજુ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...