તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મને કેમ બોલાવતો નથી’ કહી રિક્ષાચાલક બંધુ પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં મકરાણી ક્રબસ્તાન પાસે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનુ કામ કરતા આબીદ યુનુસભાઇ બ્લોચ પર મને કેમ બોલાવતો નથી તેમ કહી હુમલો કરી ઇજા પહોચાડયાની ફરિયાદ મમુડી ચોર અને યુસુફ મુસા સામે નોંધાવી છે. આ બબાલ દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા રીક્ષાચાલકના ભાઇ શારજહાને પણ પણ બંને શખ્સોએ પાઇપના ઘા ફટકારી માર માર્યાનુ બહાર આવ્યુ છે.

આ બનાવની ઇજાગ્રસ્ત આબીદ બ્લોચની ફરીયાદ પરથી પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. રીક્ષાચાલક યુવાન ખોજાનાકા પાસે ઉભો હતો ત્યારે ત્યાં ધસી આવેલા મમુડીએ તુ કેમ મને બોલાવતો નથી,હુ હોંઉ ત્યાંથી કેમ દુર ચાલ્યો જાશ એમ કહી રીક્ષા ચાલક સાથે ઉગ્ર બોલાચાલી બાદ તકરાર કરી અન્ય એક શખ્સની મદદગારીથી હુમલો કર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.

આ બનાવની ફરીયાદના આધારે પોલીસે બંને સામે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...