તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતા-પુત્રીના મોર્ફ કરેલા ફોટા ઇન્સ્ટાગ્રામ પર વહેતા મૂકી બદનામ કરવાનો કારસો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની ભાગોળે સિકકા ગામે રહેતી મુળ કર્ણાટકની એક યુવતિએ પોતાને તથા તેણીના માતાને બદનામ કરવાના ઇરાદે ઇન્સ્ટ્રાગ્રામ પર ફેક આઇડી બનાવી તેમાં તેણી ઉપરાંત તેણીની માતાના મોઢાના ફોટા કોઇ અન્ય સ્ત્રીના ફોટા સાથે મોર્ફ કરી વાયરલ કરી બદનામ કરવાનુ તરકટ ચાલી રહયુ હોવાની રાવ સાથે સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

આ બનાવની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરતા સિકકા પંથકમાં રહેતા અને અગાઉ તેણીની સાથે સંપર્કમાં રહેલા એક મોબાઇલ નંબર ધારક શખ્સે ફેક એકાઉન્ટ બનાવી લીધુ હોવાનુ બહાર આવ્યુ હતુ.

આ બનાવની ભોગગ્રસ્ત યુવતિની ફરીયાદ પરથી સિકકા પોલીસે ફેક ઇન્સ્ટ્રાગ્રામ આઇડી બનાવનાર શકમંદ સામે આઇટી એકટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે શકમંદને સકંજામાં લીધો હતો જેની પુછપરછમાં તેણે આવા પાંચથી વધુ ફેક આઇડી બનાવ્યા હોવાનુ પણ ખુલ્યુ હતુ.અગાઉ યુવતિ સાથે સોશ્યલ મિડીયાના માધ્યમથી આ શખ્સ સંપર્કમાં આવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.યુવતિ અને તેની માતાના ફોટા મેળવી તેને અન્ય સ્ત્રીના અશ્લીલ ફોટા સાથે મોર્ફ કરી વહેતા મુકી બદનામ કરવાના પ્રયાસના પ્રકરણમાં પોલીસે વિજયની અટકાયત કરી તેની પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી જામનગરમાં ચકચાર મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...