વિભાજી સરકારી શાળામાં ટીબી-લેપ્રસીનો જાગૃતિ કાર્યક્રમ

Jamnagar News - tb leprosy awareness program in divisional government school 030028

DivyaBhaskar News Network

Jan 01, 2019, 03:00 AM IST
જામનગર : વિભાજી સરકારી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ટીબી અને લેપ્રસી રોગ જાગૃતતા અંગેનો કાર્યક્રમ જીલ્લા ક્ષય કેન્દ્ર જામનગર દ્વારા યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિભાજી સરકારી હાઈસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય હરિભાઈ શિયાર, મદદનીશ શિક્ષક રાજેશભાઈ વજીર, ચંદ્રિકાબેન પરમાર સહિત જીલ્લા ક્ષય અધિકારી ભારતીબેન ધોળકિયા માર્ગદર્શન હેઠળ પીપીએમ ચિરાગ કે. પરમાર, લેપ્રસી સુપર વાઈઝર રાહુલભાઈ બુહેચા તથા ટીબી હોમવિઝીટર ધનસુખભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ટીબી અને લેપ્રસી રોગ અંગે માહિતી આપવામાં આવી હતી અને પત્રિકાઓ આપવામાં આવી હતી તથા કાર્યક્રમ પૂરો થતા ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને સારા જવાબ આપવા બદલ વિદ્યાર્થીઓને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

X
Jamnagar News - tb leprosy awareness program in divisional government school 030028
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી