તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં તાંત્રિક અને તેના પરિવાર ઉપર આખરે પોરબંદરમાં ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવના યુવાને જામનગરનાં તાંત્રીકે ગુપ્તધનનાં નામે 11 લાખની છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ અરજી કરી હતી.

પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકામાં જુના રામદેવપીરના મંદિર પાસે, રેલ્વે સ્ટેશનમાં રહેતો નાગાજણ વિક્રમભાઈ મોઢવાડીયા નામના યુવાનને જામનગરમાં મધુરમ રેસીડેન્સી, વિનાયક પાર્કમાં રહેતા હરસુખ ઉર્ફે હરૂ બાપુ મનુભાઈ લાબડીયાએ પોરબંદરમાં એસ.ટી. રોડ પર એવું જણાવ્યું હતું કે ‘તમે બહુ જ ભાગ્યશાળી છો, તમારા લલાટ ઉપરથી તમને ગુપ્ત ધન મળશે તેવું મારૂં જ્યોતિષ જ્ઞાન કહે છે’ તેમ કહી આ યુવાનને વિશ્વાસમાં લઈને વિધી કરવા માટે કટકે-કટકે 11 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને રકમ આપ્યા બાદ 6 માસ થવા છતાં યુવાનને કોઈપણ ધન ન મળતા યુવાને હરસુખને રૂપીયાની માંગણી કરતા એવું જણાવ્યું હતું કે ‘‘તને રૂપીયા મળી જશે’’ તેમ કહી તેમનાં દીકરા લખન હરસુખ લાબડીયાના નામે 100-100 રૂપીયાના સ્ટેમ્પ ઉપર 28/11/18 સુધીમાં રૂપીયા ચૂકવી આપીશ તેવો નાણાં અંગેનો કરાર નોટરીમાં રૂબરૂમાં કર્યો હતો. પરંતુ રૂપીયા પાછા ન આપી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હતી તેમજ આ તાંત્રીકનાં પત્ની કાંતાબેન તેમજ પુત્ર આકાશે યુવાનને ગાળો કાઢી ધમકી આપી હતી કે ‘રૂપીયા મળશે નહીં અને માંગીશ તો તને છેડતીના કેસમાં ફસાવી દઈશું’ આથી રાણાવાવનાં યુવાને પોલીસને ફરિયાદ અરજી કરતા આખરે પોલીસે જામનગરના તાંત્રીક અને તેનાં પરિવાર સામે ગુન્હો દાખલ કરી આગળની

અન્ય સમાચારો પણ છે...