તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટી ખાવડી પાસે ટાઉનશીપમાં તરૂણીનો ફાંસો ખાઇ આપઘાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરના મોટી ખાવડી પાસે ખાનગી કંપનીની ટાઉનશીપમાં કવાટર્રના રૂમમાં તરૂણીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.ઘરકામ અર્થે જતી માતા સાથે ગયા બાદ અભ્યાસ કરતી તરૂણીએ અકળ કારણોસર આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.

જામનગર નજીક ખંભાળીયા રોડ પર જોગવડ ગામે રાણીશીપ વિસ્તારમાં રહેતા રમાબેન પ્રવિણભાઇ મકવાણા નામની મહીલા ખાવડી પાસે ખાનગી કંપનીની ટાઉનશીપમાં ઘરકામ કરવા માટે જાય છે જે વેળા તેની સાથે 14 વર્ષીય પુત્રી ઇતિશા પણ જતી હતી.જે દરમિયાન ગત તા.12ના બપોરે રમાબેન સેકટર-12 ખાતે બ્લોક નં.26/ડીમાં કામ કરી રહયા હતા અને તેની પુત્રી ઇશિતા રૂમમાં લેશન કરી રહી હતી ત્યારે તરૂણીએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી કોઇ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લીઘો હતો.

આથી તેણીને નીચે ઉતારીને તાબડતોબ ખાનગી કંપનીની હોસ્પીટલમાં લઇ જવાઇ હતી.જયાં ફરજ પરના તબીબે તેણીને મૃત ઘોષિત કરી હતી. આ બનાવની મૃતકના માતાએ જાણ કરતા મેઘપર પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડીને મૃતકની માતાનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો