તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાટિયામાં દેશીદારૂનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરના ભાટિયામાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનું વેચાણ પુરબહાર થય રહ્યું છે.બુટલેગરોને પોલીસની પણ સ્હેજ પણ બીક ન હોય તેમ બેફામ બન્યા છે.આખરે ભાટિયા પોલીસ દ્વારા બુટલેગરોની સામે કાર્યવાહી કરતા શહેરીજનો કામગીરીને બિરદાવી રહ્યા છે.

ભાટિયામાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાઇ રહ્યો હોવાથી શહેરીજનોને અમુક જગ્યાએ જવામાં પણ માથું નીચુ કરવું પડે છે. આખરે પોલીસે દારૂનું વેચાણ કરતા બુટલેગરોને ડામવા ઝુંબેશ ચાલું કરી છે.પોલીસે બાતમીના આધારે દારૂ વેચતા શખ્સોને ઝડપી લીધા છે.

શહેરના સ્મશાન નજીક છુપી જગ્યાએ વર્ષોથી દેશી દારૂ વેચાઇ રહ્યો હતો.છતા પણ અગાઉ પોલીસ દ્વારા કાર્યવાહી કરતી ન હતી.પરંતુ નવનિયુક્ત મહિલા પીએસઆઇના માર્ગદર્શન હેઠળ દરોડો પાડી 30 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જો કે દારૂ વેચતો શખ્સ દેવાણંદ ગઢવી નાશી છુટ્યો હતો. ત્યાર બાદ પોલીસની કાર્યવાહીથી બચવા માટે પોલીસ વિરૂધ્ધ ખોટા મેસેજ કરતા પોલીસે આકરી તપાસ હાથ ધરી છે.

આરોપીએ પોલીસ કાર્યવાહીથી બચવા આક્ષેપ કર્યા
ભાટિયા પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીની સુચના મુજબ બુટલેગરો પર કડક કાર્યવાહી કરી રહી છે. પરિણામે બુટલેગરો ભાંગી પડ્યા છે.તા.26ના રોજ સ્મશાન પાસેથી પકડાયેલો દારૂનો આરોપી નાશી છુ્ટયો હતો.અને ત્યાર બાદ પોલીસ કાર્યવાહીથી બચવા અને પોતે સાચો છે તે સાબિત કરવા માટે મનધડક પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે. કે.એન.ઠાકરીયા, ભાટિયા પીએસઆઇ

અન્ય સમાચારો પણ છે...