તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાટિયામાં સેમ્પલિંગમાં મગફળી રિજેક્ટ થતા કામગીરી અટકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરના ભાટિયા એપીએમસી કેન્દ્રમાં ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.થોડા દિવસો પહેલા આવેલ ઇન્સ્પેક્શન દરમિયાન અધિકારીએ ખરીદ પ્રક્રિયા ઝડપી બનશે તેવા વાયદા કર્યા હતાં.પરંતુ હજું સુધી 7600 ખેડૂતોના રજિસ્ટ્રેશનમાંથી માંડ 2500 ખેડૂતોનો વારો આવ્યો છે.બીજી બાજું સેમ્પલીંગ પ્રક્રિયામાં મગફળી રિજેક્ટ થતા અનેક વાદવિવાદથી કામગીરી અટકી પડે છે. તેમજ ફેબ્રુઆરીમાં ટેકો બંધ થવાની જાહેરાતથી બાકી રહેતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

ફેબ્રુઆરીમાં ટેકાના કેન્દ્રો બંધ થવાની અફવાથી ટેકામાં મગફળી આપવામાં બાકી રહેલા ખેડૂતો ભારે ચિંતમાં મુકાય ગયા છે.કલ્યાણપુરનું ભાટિયા એપીએમસી કેન્દ્ર ટેકાના ભાવે મગફળી આપવામાં રાજ્યમાં મોખરે આવ્યું છે.પંથકના 7600 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.પરંતુ દરરોજ 100 ખેડૂતોની મગફળી ખરીદવાની જાહેરાત છતા પણ માત્ર 30 થી 40 ખેડૂતોની મગફળી ખરીદાઇ રહી છે.પરિણામે ધીમી ખરીદ પ્રક્રિયાથી ભાટિયા યાર્ડમાં મગફળીનો ભરાવો થય ગયો છે.

જ્યારે બીજી બાજું સેમ્પલીંગ પ્રક્રિયામાં અમુક ખેડૂતોની મગફળી રિજેક્ટર થતા વાદવિવાદ સર્જાય છે અને લાગવગર ધરાવતા હોવાથી અધિકારીઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે પરિણામે ખરીદ પ્રક્રિયા અટકી પડે છે.જો,આ રીતે પ્રક્રિયા ચાલશે તો અનેક ખેડૂતોની મગફળી બાકી રહી જશે તે વાતમાં નવાઇ પણ નહીં.

અન્ય સમાચારો પણ છે...