તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.12માં 6 વિદ્યાર્થી ચોરી કરતા CCTVમાં ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લામાં ધો.12ની બોર્ડની પરિક્ષામાં સીસીટીવી કેમેરાની ચકાસણીમાં 6 વિધાર્થી ચોરી કરતા ઝડપાયા હોવાનું ખૂલ્યું છે.જેમાં ધ્રોલની હરધ્રોળ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં 5 અને જામનગરની ગુ.સા.મહેતા શાળામાં સામાન્ય પ્રવાહમાં 1 વિધાર્થી ચોરી કરતો હોવાનું બહાર આવ્યું છે.આ વિધાર્થી અને તેના વાલીની હાજરીમાં સુનાવણી કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા બોર્ડને અહેવાલ મોકલવામાં આવ્યો છે.

ધો.10 અને 12 ની બોર્ડની પરિક્ષામાં ચોરીના દૂષણને અટકાવવા પરિક્ષા સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓમાં લેવામાં આવી રહી છે.પરિક્ષા પૂર્ણ થયા બાદ કેમેરાના ફુટેજની ડીવીડી બનાવી તેની ચકાસણી કરવામાં આવે છે.જેમાં ચોરી કરતા વિધાર્થીઓ સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતગર્ત મંગળવારે જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,દરેડ તાલીમ ભવનના આચાર્ય અને કલેકટર કચેરીના અધિકારીની ટીમની હાજરીમાં પરિક્ષાના સીસીટીવી કેમેરાની ફુટેજની ચકાસણી કરવામાં આવતા ધ્રોલની હરધ્રોળ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં 5 અને જામનગરની ગુ.સા.મહેતા શાળામાં સામાન્ય પ્રવાહમાં 1 વિધાર્થી ચોરી કરતો હોવાનું ખૂલ્યું હતું.આ તમામ વિધાર્થી અને વાલીઓના નિવેદન લઇ નિયમ મુજબ કાર્યવાહી કરવા બોર્ડને અહેવાલ મોકલવામાં આવ્યો છે.

વિદ્યાર્થી આ રીતે ચોરી કરતા સીસીટીવીમાં થયા કેદ
જામનગર જિલ્લામાં ધો.12ની બોર્ડની પરિક્ષાના સીસીટીવી કેમેરાના ફુટેજની ડીવીડીની ચકાસણી દરમિયાન ધો.12 માં 6 વિધાર્થી ચોરી કરતા ઝડપાયા હતા તેમાંથી હરધ્રોળ હાઇસ્કૂલમાં ઓએમઆર પ્રશ્નના જવાબ પ્રશ્નપત્રમાં લખી એકબીજાને આપીને અને ગુ.સા.મહેતામાં વિધાર્થી કાપલી દ્વારા ચોરી કરતો હોવાનું સીસીટીવી કેમેરાની ચકાસણીમાં ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...