Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધો.12 ગણિતમાં એમસીકયુ સરળ, પેપર લાંબુ
ધો.12 સાયન્સમાં ગણિત વિષયની બોર્ડની પરીક્ષામાં એમસીકયુ સરળ પણ પેપર વિધાર્થીઓને લાંબુ લાગ્યું હતું. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પેપરમાં કુલ 108 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં. મુખ્ય વિષયના પેપર પૂર્ણ થતા વિધાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
બોર્ડની પરીક્ષામાં શનિવારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયનું પેપર લેવાયું હતું. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 11 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં જયારે 896 છાત્રોએ પરીક્ષા આપી હતી. ગણિતના પેપરમાં એમસીકયુ ટેકસબુક આઘારિત અને સરળ રહેતાં વિધાર્થીઓને મજા પડી ગઇ હતી. પરંતુ થીયરીને કારણે પેપર લાંબુ લાગ્યું હતું. ધો.12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનના પેપરમાં 2816 વિધાર્થી હાજર રહ્યા હતાં, જયારે 98 ગેરહાજર રહ્યા હતાં. ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં મુખ્ય વિષયોના પેપર પૂર્ણ થતાં વિધાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે.
મુખ્ય વિષયના પેપરો પૂર્ણ થતાં વિધાર્થીઓએ હાશકારો અનુભવ્યો : ગેરરીતિનો કોઇ કેસ નોંધાયો નહીં