ધો.1 માં પ્રવેશના RTEના ફોર્મ ભરવાનું શરૂ
રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશના આરટીઇના ફોર્મ ભરવાનો શુક્રવારથી પ્રારંભ થયો છે.જરૂરિયાતના કામ છોડી વાલીઓ બાળકોના ફોર્મ ભરવામાં લાગ્યા છે.ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવા પ્રથમ દિવસે વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 492 ખાનગી શાળામાં 4122 વિધાર્થીને પ્રવેશ અપાશે.જેના પ્રવેશ ફોર્મ ભરવાનો પ્રારંભ શુક્રવારથી થયો છે.ફોર્મ ભરવાની અને સ્વીકાર કેન્દ્ર પર જમા કરવાની પ્રક્રિયા 16 એપ્રિલ સુધી ચાલશે.પ્રવેશ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે જ સાયબર કાફેમાં આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવા વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો.ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરેલા સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવા વાલીઓની કતાર જોવા મળી હતી.
બંને જિલ્લામાં આરટીઇ ફોર્મના સ્વીકાર કેન્દ્ર
નવાનગર હાઇસ્કૂલ,જામનગર
બીઆરસી ભવન, ધ્રોલ
બીઆસી ભવન,જામજોઘપુર
બીઆરસી ભવન,જોડીયા
બીઆસી ભવન,કાલાવડ અને લાલપુર
ન્યુ દિગ્વિજયસિંહજી હાઇસ્કૂલ,જામનગર
દેવરાજ દેપાળ પ્રાયમરી સ્કૂલ,જામનગર
નેશનલ હાઇસ્કૂલ,જામનગર
સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ,જામનગર
બીઆસી ભવન,દ્રારકા
મીઠાપુર તાલુકા શાળા,મીઠાપુર
ઓખા તાલુકા શાળા,ઓખા
સીઆરસી ભાટિયા
બીઆરસી ભવન,કલ્યાણપુર
સીઆરસી લાંબા,લાંબા
મારૂતિનગર પ્રાથમિક શાળા,રાવલ
ખંભાળિયા તાલુકા શાળા,ખંભાળિયા
સલાયા સીઆરસી સેન્ટર,સલાયા
ભાડથર પ્રાથમિક શાળા,ભાડથર
બીઆરસી ભવન,ભાણવડ
પાછતરડી પ્રાથમિક શાળા,પાછતરડી
વેરાડ પ્રાથમિક શાળા,વેરાડ
ગુંદા પ્રાથમિક શાળા,ગુંદા
મોડપર પ્રાથમિક શાળા,મોડપર
મોરઝર પ્રાથમિક શાળા,મોરઝર
ચોખંડા પ્રાથમિક શાળા,ચોખંડા