બાળકોના હસ્તે સ્પોર્ટ્સ ડેનો ઉદ્દઘાટન સમારોહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવારના સ્લમ વિસ્તારોના બાળકો હસ્તે એક સ્પોર્ટ્સ ડેનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. ડોલ્સ એન ડ્યુડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કુલ દ્વારા પ્લેગ્રુપના બાળકો માટે અર્બનડેક પાર્ટી લોન્સમાં વાર્ષિક સ્પોર્ટ્સ રમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાર્ષિક સ્પોર્ટ્સ રમોત્સવમાં આયુષ આરદેશણા, માનવ પટેલ સહિતના ઉપસ્થિત રહયા હતાં અને મેંગોપીપલ પરિવારનાં બાળકોએ લંગડીની રમતમાં મેદાન મારતા પ્રોત્સાહિત ઇનામ પ્રાપ્ત કર્યા હતાં કાર્યક્રમમાં મનીષભાઈ રાઠોડ, રૂપલબેન રાઠોડ, ઉષાબેન રાવત, નિલેશભાઈ જોશી, બ્રિજેશ પટેલ, નમ્રતા પટેલ, કેવિન પટેલ, દિવ્યેશ પટેલ, સચી શાહ, દીપતી ફળદુ, ટીના તેજાની, જેમી તન્ના, તૃપતી પારેખ, મેઘા શાહ, મીરા જાની, કોમલ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...