તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar News Speedbreaker Will Be Removed To Prevent The Accident Hindrance Vehicles Will Be Removed Proper Parking Arrangements Will Be Done 064121

અકસ્માત નિવારવા જરૂરિયાતના સ્થળે સ્પીડબ્રેકર મુકાશે, અડચણરૂપ વાહનો દૂર કરાશે, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં થતા અકસ્માતો રોકવા કમિશનરના અધ્યક્ષ સ્થાને રોડ સેફટીની મિટીંગ મળી હતી. જેમાં તાત્કાલિક રોડ રીપેર કરવા, સ્પીડ બ્રેકર મુકવા, અડચણરૂપ વાહનો દુર કરવા, પાર્કિગની વ્યવસ્થા કરવી વગેરે કામો કરવા અંગેના નિર્ણયો લેવામાં આવ્યા છે.

સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ રોડ સેફટીની મિટીંગ કમિશનર સતીશ પટેલના અધ્યક્ષ સ્થાને મહાપાલિકામાં મળી હતી. જેમાં ટ્રાફિક પોલીસ, પીજીવીસીએલ, એનજીઓ, આરટીઓ, શિક્ષણ વિભાગ તથા મહાપાલિકાના જુદા-જુદા અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં. જેમાં શહેરમાં થતા અકસ્માતો ઓછા થાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં રોડ રીપેર કરવા, સ્પીડ બ્રેકર મુકવા, પાર્કિગની વ્યવસ્થા કરવા જેવા અગત્યના નિર્ણયો લેવાયા હતાં. ઉલ્લેખનીય છે કે, અકસ્માત ન થાય તે માટે મિટીંગ તમામ વિભાગો સાથે સંકલન કરી પ્રથમ વખત મળી હતી.

અકસ્માત નિવારવા લેવાયા આ નિર્ણય
રોડમાં આવતા ખાડા રીપેર કરાશે

રોડ પર જયાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય તેને આઇડેન્ટીફાઇ કરી અકસ્માતો ઓછા થાય તેવી વ્યવસ્થા થશે

જરૂરીયાતના જંકશનો પર સ્પીડબ્રેકર મુકાશે

ટ્રાફિક સિગ્નલ મુજબ ટ્રાફિકની અમલવારી થાય તે મુજબ રસ્તાની લેન ખોલવાની તથા બંધ કરવાની.

રસ્તાના ટ્રાફિકને અડચણરૂપી વાહનો દુર કરવામાં આવશે.

પબ્લીક પાર્કિગ/પ્રાઇવેટ પાર્કિગની અલગ-અલગ વ્યવસ્થા કરવી તેનો દર વર્ષનો ટાર્ગેટ નકકી કરી તે મુજબ કામ કરાશે.

નો પાર્કિગ ઝોન જાહેર કરવા તથા નો-પાર્કિગમાં વાહનો પાર્કિગ કર્યા હાેય તેનો ટ્રાફિક શાખા દંડ વસુલે.

અકસ્માત અટકાવવા માટે લોક જાગૃતિના જુદા-જુદા કાર્યક્રમો કરવામાં આવશે.

અકસ્માતોનું પ્રમાણ ઘટશે
જુદા-જુદા સરકારી વિભાગો અને સ્વૈછીક સંસ્થાઓની હાજરીમાં અકસ્માત અટકાવવા મિટીંગ થઇ હતી. અાગામી દિવસોમાં ટ્રાફિકને ફાયદો થશે તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ ઘટશે. મુકેશ કુંભારાણા , ડીઅેમસી, જામ્યુકો

અન્ય સમાચારો પણ છે...