તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરના પ્રથમ ફલાય �ઓવરબ્રિજની વિશેષતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના પ્રથમ ફલાય �ઓવરબ્રિજની વિશેષતા
ઇન્દીરા ગાંધી માર્ગ ઉપર સુભાષ સ્ટેચ્યુ જંકશનથી નાગનાથ ચોકડી,અંબર સિનેમા ચોકડી,ગુરૂદ્વારા જંકશન અને સાત રસ્તા સર્કલ પાર કરતો ફલાય �ઓવર બનશે.

અંબર સિનેમા ચોકડી ઉપર,પંડિત નહેરૂ માર્ગ ઉપર અંબર સિનેમા તરફથી મુખ્ય ફલાય �ઓવરને જોડતો એક બ્રાન્ચ ફલાય ઓવર પણ બનશે.આથી અંબર સિનેમા તરફથી આવતા વાહનો મુખ્ય ફલાય �”વર ઉપરથી સીધા જ સાત રસ્તા સર્કલ કે સુભાષ સર્કલ તરફ જઇ શકશે.

એલીવેટેડ રીંગ ફલાય �ઓવર(7.5 મીટર પહોળો)સાત રસ્તા સર્કલની ફરતે બાંધવાની યોજના છે.તેની સાથે જીઆઇડીસી રોડ તથા દ્વારકા રોડ તરફના બ્રાન્ચ ફલાય�ઓવર અને મુખ્ય ફલાય� ઓવર સાથે જોડાયેલ એલીવેટેડ ફલાય�ઓવર પણ જોડાયેલ છે.

ફલાય �ઓવરના નિર્માણથી સુભાષ બ્રીજ બાજુથી શહેરમાં પ્રવેશતા વાહનો દ્રારકા રોડ અથવા જીઆઇડીસી રોડ તરફ કોઇપણ અડચણ વગર ઝડપથી અને સલામતી પૂર્વક આઇજી રોડ ઉપર જઇ શકશે.મનપા અથવા એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ જવા ઇચ્છતા વાહનો સાત રસ્તા સર્કલ પર નીચે ઉતરી સલામતી પૂર્વક જઇ શકશે.

ફલાય �ઓવરના નીચેના રસ્તા ઉપર બંને તરફ 120 મીટર પહોળો રસ્તો વાહનોની અવરજવર માટે સુલભ છે.રસ્તા ઉપર ફલાય �ઓવરની નીચે 60 મીટર પહોળો પટ્ટો પાર્કિંગ પ્લોટ તરીકે સમગ્ર રસ્તા ઉપર ઉપયોગમાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...