તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં રાત્રિના ચાલતી વિશિષ્ટ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં જલારામનગરમાં રાત્રીના વિશિષ્ટ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં દ્વારકાવાસીઓ સહિત યાત્રાળુઓ લાભ લઇ રહયા છે.

દ્વારકાએ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ હોય દરવર્ષે ચેત્ર માસમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનાં આયોજનો કરવામાં આવે છે ત્યારે હાલમાં દ્વારકાના જલારામનગર-1માં સમસ્ત પરીવારજનો દ્વારા તા. 6 થીછ 12 દરમિયાન દરરોજ રાત્રીના 9 થી 12 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ ચાલી રહી છે અને દ્વારકાના શિવહરિ હરતું ફરતું અન્નક્ષેત્રના આચાર્ય અશ્વિન મહારાજના વ્યાસ સ્થાનેથી તેમની સંગીતમય શૈલીમાં ઉપસ્થિત શ્રોતાગણને કથાનું રસપાન કરાવી રહ્યા છે. રાત્રીના ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં તા. 9ના શ્રીકૃષ્ણ જન્મનો ઉત્સવની ઉજવણી કરાઇ હતી અને તા. 10ના ગોવર્ધન ઉત્સવ તથા તા. 11ના રુક્મિણી વિવાહના વિવિધ પ્રસંગોની ઉજવણી કરાનાર હોવાથી ભક્તો કથાનો લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...