તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલાવડમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | મહંત મહેશગીરી બાપુ ગુરૂ થાણાપતિ બુધ્ધગીરી બાપુ, સેવકગણ ગણેશ મંદીર, તપસ્વી આશ્રમ, રામગીરી બાપુની મઢી કાલાવડમાં તા. 13 થી 19 શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે. વક્તા ભાવેશભાઇ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે, કથા દરમિયાન તા. 13ના બપોરે 3 વાગ્યે પોથીયાત્રા, 4.30ના મહાત્મય, તા. 14ના સાંજે 6 વાગ્યે કપીલ જન્મ, તા. 15ના સાંજે 6.30ના નૃસિંહ પ્રાગટ્ય, તા. 16ના સાંજે 4 વાગ્યે વામન જન્મ, 5 વાગ્યે શ્રીરામ જન્મ, 5.30ના શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તથા તા. 17ના સાંજે 6 વાગ્યે શ્રી ગિરીરાજ ઉત્સવ, તા. 18ના સાંજે 5ના કૃષ્ણ-રુક્મિણી વિવાહ, તા. 19ના સાંજે 5.30ના પરિક્ષીત મોક્ષ, 6.30 વાગ્યે મહાપ્રસાદ, કથા દરમિયાન રોજ સવારે 8 થી 12 અર્ધ વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, તા. 16ના રાત્રે 9.30 ભજન સંતવાણી રખાઇ છે.

અન્ય સમાચારો પણ છે...