તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ નજીક શેઢાખાઇ ગામે નદીમાંથી લીઝથી માટી કાઢવાની ચાલતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભાણવડ નજીક શેઢાખાઇ ગામે નદીમાંથી લીઝથી માટી કાઢવાની ચાલતી કામગીરી દરમિયાન ધસી આવેલા છ શખ્સે ઘાતક હુમલો કરી ત્રણ યુવાનને ઇજા પહોચાડી હોવાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે એટ્રોસીટી અને રાયોટીંગ હેઠળ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા અવિનાશ મનસુખભાઇ બગડા નામનો યુવાન મોરઝર-શેઢાખાઇ વચ્ચે લીઝવાળી માટી નદીમાંથી કાઢવાની કામગીરીનો હિસાબ રાખવાની ફરજ બજાવી રહયા હતા ત્યારે ગેરકાયદે મંડળી રચી છરી,પાઇપ અને પાવડા સાથે મામદ જુમાભાઇ દેથા, તેનો પુત્ર અને ચાર શખ્સ ધસી આવ્યા હતા.

આ શખ્સોએ એકસંપ કરી ફામ વાણી વિલાસ કરી અવિનાશ બગડાને અહી અમારી સાઇડમાં રેતીમાં માટી શુ કામ આવવા દયો છો ω તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી હથિયારો ઉપરાંત છુટ્ટા પથ્થરના ઘા કરી ઘાતક હુમલો કર્યો હતો.જેમાં અશ્વીનભાઇ પર માથાના ભાગે પાવડાનો ઘા ઝીંકાતા ગંભીર ઇજા પહોચી હતી જયારે અવિનાશ અને ભરતભાઇ પર અનુક્રમે માથા અને વાંસાના ભાગે ઇજા પહોચતા ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.આ બનાવની ફરીયાદ પરથી પોલીસે તમામ છ શખ્સો સામે એટ્રોસીટી અને રાયોટીંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો