જામનગરમાં ગેરકાયદે હથિયારના કેસમાં સજા યથાવત રાખતી સેશન્સ કોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગેરકાયદે દેશી પિસ્તોલ અને કારટીસના કેસમાં ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે આરોપીને ફટકારેલી બે વર્ષની સજા સેશન્સ અદાલતે યથાવત રાખી છે.નીચલી અદાલતના હુકમ સામે આરોપીએ સેશન્સ અદાલતમાં અપીલ કરી હતી.

જામનગરમાં ગત તા.12-08-2013ના એલસીબીએ પેટ્રોલીંગ દરમ્યાન ગોલારાણના ડેલા પાસેથી ધર્મેશ નરશીભાઇ ગોલારાણા નામના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને કારટીસ સાથે પકડી પાડયો હતો.ધર્મેશે ગેરકાયદે હથિયાર રાખ્યાનું ખૂલતા પોલીસે તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.આ કેસ ચાલી જતાં ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે આરોપીને બે વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યા હતાં.આ સજાના હુકમ સામે ધર્મેશે પોતે નિર્દોષ હોય ખોટી રીતે સજા કરવામાં આવી હોવા બાબતે સેશન્સ કોર્ટમાં ક્રીમીનલ અપીલ કરી હતી.જે ચાલી જતાં એડીશ્નલ પબ્લીક પ્રોસીકયુટર ધર્મેન્દ્ર જીવરાજાની રજૂઆતો ધ્યાને લઇ એડીશ્નલ સેશન્સ જજ ડી.એ.હીંગુએ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે ફટકારેલી બે વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત રાખી આરોપીને જેલહવાલે કર્યો હતો.