તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્કામાં યુવાનની હત્યા કેસમાં બંને આરોપીને આજીવન કેદની સજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિક્કામાં યુવાનની હત્યા કેસમાં બંને આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. આડાસંબધ મામલે ઠપકો આપતા યુવાનની હત્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવી દેવા મૃતદેહને રેલવેના પાટા પર ફેંકી દીધી હતી.

સિકકામાં રહેતી મહિલા સાથે સુરેશ ચંદ્રદેવ ઠાકોર અને ચંદ્રસિંહ મોકેસસિંહને આડાસંબધ હોય ગામમાં રહેતા અસ્લમ અબ્દુલ શેખે બંને શખ્સને મહીલા સાથે આડાસંબંધ નહીં રાખવા ઠપકો આપ્યો હતો અને મહીલાના ઘેર આવવાની મનાઇ ફરમાવી હતી.આથી સુરેશ અને ચંદ્રસિંહે ઉશ્કેરાઇને તા.1-1-2014ના રાતે અસ્લમ સિક્કામાં રેલવે યાર્ડ પાસે પાટા પર જતો હતો ત્યારે બંનેએ અસ્લમને મફલર ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દઇ બનાવને અકસ્માતમાં ખપાવી દેવા બંને શખ્સે મૃત અસ્લમના મૃતદેહને રેલવેના પાટા પર ફેંકી નાસી ગયા હતાં. હત્યાનો ભેદ ઉકેલાતાં પોલીસે સુરેશ અને ચંદ્રસિંહની ધરપકડ કરી બંને વિરૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.આ કેસ જામનગરની સેશન્સ અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ અજય પટેલે રજૂઆતની સાથે 26 મૌખિક પુરાવા અને 45 લેખિત પુરાવા, હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટના ચૂકાદા રજૂ કર્યા હતાં.જે ધ્યાને લઇ સેશન્સ જજ હીંગુએ બંને આરોપીને હત્યામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો