તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિકયુરિટી ગાર્ડે વધુ 1 હથિયાર, 7 કારતૂસ કાઢી આપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરના લાલબંગલા પાસે અાવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં પૈસા ભરવા આવેલી સિકયુરીટી વેનમાં રહેલા ગાર્ડ મુબારક અહેમદ અકસ્માતે નિચે નમવા જતાં એક રાઉન્ડ ફાયરીંગ થયું હતંુ. જેમાં એટીએમના કાચનો દરવાજો તુટી ગયો હતો.

આ બનાવથી અફડાતફડીનો માહોલ ફેલાઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચીને સિકયુરીટી ગાર્ડની અટક કરી પુછપરછ કરતાં તે જમ્મુ કાશ્મીરનો વતની હોવાનો અને તેની પાસે રહેલું હથિયારનું લાયસન્સ બોગસ હોવાનું ખુલ્યું હતું. જે બાદ તેને બે દિવસના પોલીસ રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન પીએસઆઇ આહીર તેમજ રણમલભાઇ આહીરે પુછપરછ હાથ ધરતા તેણે પોતાના ભાડાના મકાનના માળીયામાં વધુ એક હથિયાર છુપાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે પોલીસે સાત કારતુસ સાથે કબજે કર્યુ હતું. પોલીસ તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

ત્રણ શખ્સો ભાગી છુટયા
પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છેકે, મુબારક જે રીતે બોગસ લાયસન્સથી નોકરી કરતો હતો તેવી જ રીતે તેના વતનના અન્ય ત્રણ વ્યકિતઓ રીયલ સિકયુરીટી એજન્સીમાં નોકરી કરતા હતાં. જે અા બનાવ બન્યા બાદ ફરાર થઇ ગયા છે. પોલીસ તેની પણ શોધખોળ કરી રહી છે.

પોલીસ તપાસ સામે શંકા
જે રીતે બોગસ લાયસન્સ તેમજ હથિયારો અને માણસો પકડાય રહયા છે તેમજ અન્ય રાજયોના કનેકશનો ખુલવા પામ્યા છે ત્યારે સ્થાનિક પોલીસને તપાસ સોંપવાનો નિર્ણય શંકાસ્પદ છે આ તપાસ પ્રથમ સીટી-બીને આપવામાં આવી હતી ત્યાર બાદ એસઓજીને આપવામાં આવી હતી અને ત્યાંથી ફરી સીટી-બી પોલીસને આપવામાં આવી છે, ખરેખર તો આંતર રાજય એવા બાેગસ લાયસન્સ અને ગેરકાયદેસર હથિયારના મામલે એસઓજીએ તપાસ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...