દાત્રાણા પ્રાથમિક શાળાના ભૂલકાઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર : ઘણા દાતાઓ છે જે ઘણું દાન કરે છે. પોતાનો પૈસો સાચામાર્ગે વપરાય અને ખરેખર જરૂરિયાત સુધી પહોંચે તે દાનનું મૂલ્ય વધી જાય છે. આવા જ મનોવલણ ધરાવતા અને એવા બાળકો જેની પરિસ્થિતિ નબળી છે, એવા બાળકોને ખુશ કરવા શૈલેષભાઇ કાનજીભાઈ પોપટ હસ્તે પ્રવિણભાઇ વિઠ્ઠલદાસ દત્તાણી તરફથી દાત્રાણા પ્રાથમિક શાળાના બાળકો સ્વરૂચિ ભોજન કરાવવામાં આવ્યું અને દરેક બાળકને સ્કૂલબેગ તથા વોટરબેગ આપવામાં આવી હતી તથા અગાઉ પણ બાળકોને ઉનાળામાં ઠંડુ પાણી મળી રહે તેવા હેતુથી વોટરકુલર શાળાને ભેટ આપી હતી. દાતાના આ ભગીરથ કાર્યને શાળા પરીવારે બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...