તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલારમાં ઉત્તરાયણ પૂર્વે બજારોમાં રોનક, ઠેર ઠેર પતંગ-દોરાનું વેચાણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આવતીકાલે ઉતરાયણ પર્વ એટલે કે યુવા હૈયાઓ માટે ઉમંગનો પર્વ છે.ત્યારે આ ઉમંગના પર્વમાં યુવાઓ અને બાળકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.જામનગર તેમજ ખંભાળિયાની બજારોમાં ઉતરાયણ પુર્વે બજારોમાં રોનક જોવા મળી રહી છે.ઠેર ઠેર પતંગ દોરા અને ઉંધીયાનું વેચાણ થતું જોવા મળે છે.

આવતીકાલે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વને હોંશભેર હાલારવાસીઓ ઉજવણી કરશે.શહેરની અનેક દુકાનોમાં પતંગ,દોરા ને ફીરકીઓની અવનવી ચિજ વસ્તુઓ આવી ગય છે.તો આ પર્વની ઉમંગભેર ઉજવણી કરવા યુવા અને બાળકો ખરીદીમાં પણ લાગ્યા છે.ત્યારે સાથે સાથે ઉંધીયાા અને ચીકી ખાદ્યચિજોમાં પણ લોકો પાછીપાની નહી કરે.મહત્વનું છે કે,બુધવારે દાન-પુણ્ય માટેની તિથી હોવાથી આ દિવસે લોકો વિવિધ ચીજ વસ્તુઓનું દાન કરી પુણ્યનું ભાથુ પણ બાંધશે.આમ,હાલમાં ઉતરયણ પુર્વે જ બજારોમાં અનેરી રોનક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો