તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીઆરસી કક્ષાના કલા ઉત્સવમાં તમામ સ્પર્ધામાં સડોદર તાલુકા શાળા પ્રથમ ક્રમાંકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિતે સડોદર સીઆરસી કક્ષાન કલા ઉત્સવની ઉજવણી સડોદરમાં કરવામાં આવી હતી. જેમાં નિબંધ લેખન સ્પર્ધામાં જુણેજા નાજમીનએ પ્રથમ, કાવ્ય લેખન સ્પર્ધામાં બામરોટીયા દિશા અાર. પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં રાઠોડ તુલસી વી. પ્રથમ, વકતૃત્વ સ્પર્ધામાં ચાવડીયા પયલ વી. પ્રથમ રહેતા વિદ્યાર્થીએ શાળાનું ગૌરવ વધાર્યુ છે. શાળાના આચાર્ય કૌશલ માવાણીએ તમામ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક વડીયાતર સંજયભાઇ, કનેરીયા કિંજલબેન, કંડોરીયા મહેશભાઇને બિરદાવ્યા હતાં અને સીઆરસી કો. ભંડેરી અમિતભાઇ દ્વારા તમામ વિજેતાઓને પ્રમાણપત્ર અાપવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...