Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાળિયામાં આર.એસ.એસ.નો એકત્રીકરણ શાખા કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્વયંસેવકનો એકત્રીકરણ શાખા કાર્યક્રમ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં યોજાયો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના 450 શાખા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આર.એસ.એસ.ના જિલ્લાભરના ઉચ્ચ હોદ્દેદારો તેમજ પદાધિકારો તેમજ શાખાના કાર્યકરો દ્વારા વહેલી સવારે દીપ પ્રાગટ્ય અને સ્તુતિ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી.અને શહેરમાં રેલી યોજી એકત્રીકરણ શાખા કાર્યક્રમ સંપન્ન થયો હતો. આરએસએસના કાર્યકરોએ શાખાના નિત્યક્રમ મુજબ જુદી જુદી રમત-ગમતો અને ભારત વર્ષ નો ઇતિહાસ હિન્દુ ધર્મ વિશે જુદી જુદી માહિતી અને વાતચીતોના વર્ગો કર્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આર.એસ.એસ સંગઠન દ્વારા અખંડ ભારત અને હાલના ભારત વિશે શાખા કાર્યકરોને અવનવી માહિતી આપી હતી. આર.એસ.એસ.ની શાખા કરવા હાકલ કરી હતી કાર્યક્રમના અંતમાં તમામ શાખા કાર્યકરોએ ખંભાળિયામાં આર.એસ.એસ.ની એક ફ્લેગ માર્ચ યોજી અને સંગઠનનો પ્રભાવ લોકોને પ્રત્યક્ષ દેખાડ્યો હતો. આ માર્ચ રેલીમાં વેપારી આગેવાનોએ આર.એસ એસ.ના કાર્યકરોને ફૂલોથી સ્વાગત કર્યું હતું