તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂ. 6.26 કરોડનો ખર્ચ કર્યો, છતાં જામનગર RTOની નવી કચેરી શરૂ થાય એ પહેલાં જ જર્જરિત બની ગઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર નજીક નાઘેડી પાસે 1 વર્ષ અને 4 મહીના પહેલાં રૂ.6.26 કરોડના ખર્ચે બની હોવા છતાં કાર્યરત ન થયેલી ભૂકંપ પ્રતિરોધક નવી નકોર આરટીઓ કચેરીની કમ્પાઉન્ડ વોલ,કોલમમાં તિરાડો પડતા બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા છે.દિવાલોમાં ભેજ આવ્યો છે તો પ્લાસ્ટર પણ ઉખડી ગયું છે.પેવર બ્લોકનું આડેધડ ફીટીંગ કરવામાં આવતા ઉબડ ખાબડ માર્ગ જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો ઝાડ ઉગી નીકળ્યા છે.પાર્કીંગના સીસી રોડની પણ નબળી કામગીરીના કારણે સરફેસ સપાટના બદલે ખરબચડી જોવા મળી છે.આટલું જ નહીં કચેરીના પટાંગણમાં પાણીના નિકાલ માટેની કેનાલની ઉપર રાખવામાં આવેલી લોખંડની ઝાળી તૂટી ગઇ છે.વઘુમાં પટાંગણમાં આવેલા ગ્રાઉન્ડમાં વૃક્ષો સૂકાઇ ગયા છે.નવી કચેરીની આ અવદશાથી કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયાની સ્થિતિ સર્જાઇ છે. બીજી બાજુ આરટીઓ કચેરી નવી બન્યાને એક વર્ષથી વધુ નો સમય થવા છતાં હજુ સુધી કચેરીનું લોકાર્પણ શા માટે કરવામાં નથી આવ્યું? તે અંગે પણ અનેકવિધ ચર્ચાઓ અને સવાલો ઉઠયા છે. ત્યારે જો આ જ સ્થિતિ રહી તો નવીનક્કોર આરટીઓ કચેરી ભંગાર હાલતમાં ફેરવાઈ જવાની પૂરેપૂરી શકયતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

1 વર્ષ 4 મહીનાથી કચેરી તૈયાર છતાં સેન્સર ફીટ થયા નથી

નાઘેડી પાસે 1 વર્ષ 4 મહીનાથી નવી આરટીઓ કચેરી તૈયાર છે છતાં કચેરીમાં ઓટોમેટીક ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકમાં સેન્સર ફીટ કરવામાં આવ્યા નથી.

કમ્પાઉન્ડ વોલના તૂટેલા સાંધા છૂપાવવા કેરણ નાંખી દીધું

નવી RTOકચેરીની ફરતે કરવામાં આવેલી કમ્પાઉન્ડ વોલની બહારની બાજુએ જમીન સાથેના સાંધા તૂટી જતાં અને ઇંટો દેખાવા લાગતા આ નબળું બાંધકામ છૂપાવવા કેરણ પાથરી દેવામાં આવતા અનેક સવાલ, શંકા ઉભી થઇ છે.

RTO કચેરીમાં સુવિધાની હાઇલાઇટસ


{ જનસેવા કેન્દ્ર,સ્ટાફરૂમ,સ્માર્ટ કાર્ડ રૂમ,રેકર્ડ રૂમ,હેન્ડીકેપ ટોયલેટ,વ્યુ ટાવર સહીતની સુવિધા

{ પેસેન્જર લીફટ વીથ જનરેટર બેકઅપ

{ કાર,સ્કૂટર પાર્કિંગ,કેમ્પસ ડેવલોપમેન્ટ સાથે ગાર્ડનની સુવિધા

{ ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક વીથ વ્યુ ટાવર

{ ભૂકંપ પ્રતિરોધક આરસીસી ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડીંગ,બહારની બાજુએ સેન્ડફેસ પ્લાસ્ટર તથા વેધર પ્રુફ પેઇન્ટ

નવી RTO કચેરીની ફેકટ ફાઇલ

{ રૂ.626.70 લાખનો ખર્ચ

{ 28 એપ્રિલ-2017 ના કામગીરીનો પ્રારંભ

{ 10 ઓગષ્ટ-2018 ના કામગીરી પૂર્ણ

{ 2749 ચોરસ મીટર કુલ બાંધકામ વિસ્તાર

{ 19362 ચોરસ મીટર જમીનની ફાળવણી

બાંધકામ માટે 25.11 ટકા નીચું ટેન્ડર મંજૂર કરાયું હતું


{ નવી RTO કચેરીમાં પાર્કિંગમાં નખાયેલા બ્લોકની સ્થિતિ એટલી હદે બગડી ગઇ છે કે બધુ કામ નવેસરથી કરાવવું પડે. તસવીર : હસિત પોપટ

પ્લાસ્ટર ઉખડ્યંુ, પાવર બ્લોકમાં આડેધડ ફીટીંગથી ઝાડ ઉગી નીકળ્યા,પાર્કીંગનાે સીસી રોડ પણ દયનિય!

નબળી કામગીરી

કમ્પાઉન્ડ વોલની બહારની બાજુએ જમીન સાથેના સાંધા તૂટી જતાં અને ઇંટો દેખાતા બાંધકામ સામે તોતિંગ સવાલો ઊભા થયાં

ભેજ દિવાલોમાં નહીં, કાર્યનિષ્ઠામાં લાગ્યો છે

ભૂકંપ પ્રતિરોધક બનાવાયેલી આ કચેરીમાં સવા વર્ષમાં જ કંપાઉન્ડ વોલ અને કોલમોમાં તિરાડો પડવા લાગી

માર્ગ મકાન વિભાગે જોવાનું છે, મારે નહીં : ઇન્ચાર્જ આરટીઓ

નવી આરટીઓ કચેરીનું બાંધકામ યોગ્ય થયું છે કે કેમ તે આર એન્ડ બી વિભાગે જોવાનું રહે છે.ઓટોમેટીક ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકમાં સેન્સર ફીટની કાર્યવાહી ગાંધીનગર કમિશ્નર કચેરીએથી થશે. ફર્નિચરનું કામ થયું છે,ઇલેકટ્રીક કામ ચાલુ છે. > જૈમીન ચૌધરી,ઇન્ચાર્જ RTO જામનગર

નવી આરટીઓ કચેરીના બાંધકામ માટે નગરનિયોજક દ્વારા આરસીસ ફ્રેમ સ્ટ્રકચર તથા ગ્રાઉન્ડ પ્લસ 1 માળના બાંધકામના નકશા તૈયાર કરવામાં આવ્યા હતાં.માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવી આરટીઓ કચેરીના બિલ્ડીંગ માટે રૂ.833.48 લાખની તાંત્રિક મંજૂરી પ્રદાન કરવામાં આવી હતી.આ કામના ટેન્ડરમાં મૂકેલી રૂ.807.62 લાખની સામે રૂ.604.79 લાખનું એટલે કે રૂ.25.114 ટકા નીચું જામનગરના મે.પટેલ બિલ્ડર્સનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો