તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનેટાઈઝરમાં લૂંટ: રૂા.149ના સીધા રૂા.550 પડાવાય છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં કોરોનાના સંભવિત રોગચાળાના પગલે માસ્કમાં લૂંટાયા બાદ હવે શહેરીજનો સેનેટાઇઝરમાં લૂંટાઇ રહ્યા છે. કોરોનાથી બચવા બહારથી આવ્યા બાદ હાથ ધોવા ખૂબજ જરૂરી હોય સેનેટાઇઝરની ધૂમ માંગના પગલે અમદાવાદની ઘણી દવા કંપનીઓએ રાતોરાત સેનેટાઇઝર બનાવાનું શરૂ કરી રોગચાળાની આફત અને લોકોના ભયને અવસરમાં પલટી તકનો લાભ લઇ બેફામ નફાખોરી શરૂ કરી છે. કારણ કે, 500 એમએલ સેનેટાઇઝર કે જે કંપનીઓને રૂ.149 માં પડે છે તેના પર રૂ.550 ની એમઆરપી લગાડી ગ્રાહકોને પધરાવામાં આવી રહ્યું છે. દવા કંપનીઓ જામનગરના જથ્થાબંધ વેપારીઓને 500 એમએલ સેનેટાઇઝર રૂ.210, 100 એમએલ રૂ.45, 50 એમએલ રૂ.30 માં આપે છે. જયારે 500 એમએલ બોટલ પર એમઆરપી રૂ.550, 100 એમએલ બોટલ પર એમઆરપી રૂ.170 અને 50 એમએલની બોટલ પર રૂ.90 એમઆરપી છાપવામાં આવી રહી છે. કોરોના સંભવિત રોગચાળના કારણે સેનેટાઇઝરની ધૂમ માંગ હોય તગડા નફાના કારણે મેડીકલ ધારકોને ચાંદી થઇ પડી છે તો ગ્રાહકો લૂંટાતા ત્રાહિમામ પોકારી ગયા છે, છતાં તંત્ર ભેદી મોન દાખવતાં અનેક સવાલ ઉઠયા છે.

માલનો અભાવ કે કૃત્રિમ અછત, બીલ વગર ધૂમ વેંચાણ

કોરોનાના સંભવિત રોગચાળાના પગલે તકેદારીના પગલાં રૂપે હાથ ધોવા ખૂબજ જરૂરી હોય સેનેટાઇઝરની માંગમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ત્યારે જામનગરની બજારમાં સેનેટાઇઝર માટે લાવ લાવ થઇ રહ્યું છે. પરંતુ હાલ માલ ન હોવાનું મેડીકલ ધારકો દ્વારા જણાવામાં આવી રહ્યું છે. બીજીબાજુ કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી નથી ને તે તપાસનો વિષય બન્યો છે. આ સ્થિતિમાં બીલ વગરના સેનેટાઇઝરનું ધૂમ વેંચાણ થઇ રહ્યાનું ખુદ મેડીકલ ધારકો દ્વારા જણાવામાં આવ્યું છે.

ભાસ્કર નોલેજ

કોરોનાની દહેશતના પગલે તકનો લાભ લેવા અમદાવાદની કંપનીઓએ રાતોરાત સેનેટાઇઝર બનાવવાનું શરૂ કર્યું, જામનગરમાં માસ્ક બાદ સેનેટાઇઝરમાં સરેઆમ લૂંટ શરૂ થઈ ગઈ

મેડીકલ તજજ્ઞોના જણાવ્યા અનુસાર ઘરબેઠા સેનેટાઇઝર બનાવવું તદન સરળ છે. કોઇપણ આફટર શેવ લોશન અને સ્પીરીટનું સરખા ભાગે મિશ્રણ કરવાથી સેનેટાઇઝર બની જાય છે. જેને નાની શીશી અથવા બોટલમાં ભરી સેનેટાઇઝર તરીકે ઉપયોગ કરી શકાય છે.

ઘરે બેઠા આવી રીતે બનાવો સેનેટાઇઝર

દવા કંપનીઓને 500 એમએલનું સેનેટાઇઝર રૂ.145 થી 149 માં પડે છે. તેઓ જથ્થાબંધ દવાના વિક્રેતાઓને આ સેનેટાઇઝર રૂ.210 માં આપે છે. જેમાં 18 ટકા જીએસટી અલગ છે. તેમાં જથ્થાબંધ વિક્રેતાઓ 10 થી 15 ટકા નફો લગાવી રીટેઇલ મેડીકલ ધારકોને વેંચે છે. જયારે સેનેટાઇઝર પર એમઆરપી રૂ.550 હોય ગ્રાહકોને રૂ.149 નું સેનેટાઇઝર રૂ.550 માં પડી રહ્યું છે.

કંપનીમાં ચણા જેવડી િકંમત , ગ્રાહકો સુધી પહોંચતા ભાવ ઘોડા જેવા થઈ જાય છે!

હીમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ઉધોગોને પ્રોત્સાહન આપવાના ઉદેશથી સરકાર દ્વારા કોઇ ટેકસ ન લેવાતો હોવાથી દવાના ઉત્પાદનમાં વધારો થયો છે. દવાની કેટલીક કંપની જોબવર્કથી આ રાજયોમાં સસ્તા ભાવે દવા બનાવી પોતાનું નામ લગાવી તગડી કિંમત વસૂલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

હીમાચલ અને ઉતરાખંડમાં ટેકસ ન હોવાથી જોબવર્કથી દવાનું ઉત્પાદન કરાઈ રહ્યું છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો